અમદાવાદ-

ભારતમાં વધતા કોરોનાના સંક્રમણ તથા રશીયા દ્વારા દર્શાવાતા યુધ્ધનાં મિજાજની અસર હોય તેમ સોના-ચાંદીમાં તેજીની દોડ શરૂ થઈ છે. સોનુ 47000 તથા ચાંદીનો ભાવ 67000 ને કુદાવી ગયો હતો.રાજકોટમાં આજે દસ ગ્રામ સોનું 47650 હતું રૂા.500 નો ઉછાળો હતો.ચાંદી 67300 થઈ હતી. વિશ્ર્વ બજારમાં ભાવ વધીને અનુક્રમે 1641 તથા 25.10 ડોલર થયા હતા. કોમોડીટી એકસચેંજમાં સોનું 46235 તથા ચાંદી 66300 હતી. ઝવેરીઓનાં કહેવા પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધતા ફરી અર્થતંત્રને ઝટકો લાગવાની આશંકાથી તેજીનો માહોલ સર્જાયો છે. ઉપરાંત રશીયા-યુક્રેન વચ્ચેની તંગદીલીમાં યુદ્ધના હાકલા-પડકારા થયાની અસર છે.અમેરિકી જંગી પેકેજનો પણ પ્રત્યાઘાત છે જ કેટલાંક વખતથી સોનુ નબળુ પડયુ હતું છતા છેલ્લા દિવસોમાં બેતરફી વધઘટે સ્થિર થવા લાગ્યુ હતું હવે તેજીની દિશા પકડયાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ બે વખત 1680-1700 ડોલરની સપાટીથી પાછુ ફર્યુ હતું તે ઉલ્લેખનીય છે.