અમદાવાદ-

મંગળવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જપર સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. સોનામાં એપ્રિલની ફ્યૂચર ટ્રેડ 58 રુપિયાની તેજીની સાથે 46,959 રુપિયા લેવર પર હતી. ત્યારે ચાંદીની માર્ચની ફ્યૂચર ટ્રેડ 140 રુપિયાની તેજીની સાથે 70,572 રુપિયા લેવલ પર હતી. ઉલ્લેખનીય છે કે સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે પણ ચાંદીની કિંમત એક વાર ફરી 70 હજાર રુપિયા પ્રતિ કિલોની પાર થઈ ગઈ છે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હજું સોનામાં તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં સોનાનો કારોબાર 2.15 ડોલરની તેજી સાથે 1813.54 ડોલર પ્રતિ ઓંસના રેટ પર હતો. ત્યારે ચાંદીનો કારોબાર 0.15 ડોલરના ઘટાડા સાથે 28.08 ડોલરના લેવલ પર હતી.

દિલ્હીમાં 23 ફેબ્રુઆરીએ સોનાના ભાવ

22 કેરેટ ગોલ્ડનો ભાવ 45410 રુપિયા

24 કેરેટ ગોલ્ડનો ભાવ - 49530 રુપિયા

ચાંદીનો ભાવ 70500 રુપિયા