પેરીસ-
ભારતીય યુઝર્સનો પ્રાઈવસી ડેટા જળવાતો નથી એવા આક્ષેપો સામે સુપ્રીમ કોર્ટમાં વ્હોટ્સેપ કંપની દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, ભારતમાં એ પ્રકારનો કોઈ કાનૂન નથી. એટલે કે, કાનૂન ન બને ત્યાં સુધી કંપની ભારતીય યુઝર્સનું આ જ રીતે શોષણ કરતી રહેશે.
કંપનીએ આપેલા જવાબના સૂચિતાર્થ સમજવા જેવા છે. યુરોપ કરતા ભારતમાં પ્રાઈવસીસ્તર શા માટે નીચું રાખવામાં આવ્યું છે, એવા સવાલના જવાબમાં કંપનીએ કહ્યું હતું કે, યુરોપમાં એવો કાનૂન છે, જે ભારતમાં નથી.
આ ઘટના સાથે બીજી એક ઘટના પણ મહત્વની છે. ઓસ્ટ્રેલિયા પછી હવે ફ્રાંસે પણ બેફામ કન્ટેન્ટ બતાવવા બદલ ગૂગલ પાસે નાણાં વસૂલવાનું શરૂ કરી દીધું છે. આ બંને દેશોની સમાચાર સંસ્થાઓ એટલે કે ન્યુઝ એજન્સીઓ જાગૃત બની ગઈ છે અને તેમણે પોતાના સમાચારો સીધે સીધા ઉઠાવીને લોકો સુધી પહોંચાડવા માંડતા ગૂગલને ચાર્જ કરવાનું શરૂ કરી દીધું છે. 2014માં સ્પેનમાં આ પ્રકારનો કાનૂન બનાવાયો હતો, પરંતુ ત્યારે ગૂગલ માન્યું નહોતું. ભારે આનાકાની પછી તેણે પોતાનો ન્યુઝ સેક્શન બંધ કરી દીધો હતો. હવે આખરે તે નાણાં આપવા તૈયાર થયું છે. સમાચાર કંપનીઓની માંગ હતી કે, પોતાના સમાચારો બતાવીને ગૂગલ જે કમાણી કરે છે, તેનો કેટલોક હિસ્સો તેણે આ સમાચાર સંસ્થાઓને પણ ચૂકવવો જોઈએ. આખરે આ સમાચાર સંસ્થાઓની જીત થઈ છે અને તેણે નાણાં ચૂકવવા પડશે.
પોતાના પ્લેટફોર્મ પર ન્યુઝની સાથે જાહેરખબરો બતાવીને લાખો રૂપિયા રળી લેતી ગૂગલે હવે ફ્રાંસના 121 અખબારોને આશરે રૂપિયા 121 કરોડ ચૂકવવાના રહેશે, સમાચાર સંસ્થાઓનો જેટલો કન્ટેન્ટ જોવાય તેની સાથે જતી એડ પ્રમાણે ગૂગલે જે-તે સંસ્થાને નાણાં ચૂકવવાના થશે. દાખલા તરીકે લા મોડ નામના અખબારને 9.5 કરોડ રૂપિયા જ્યારે સાપ્તાહિક અખબાર લા વોક્સને 10 લાખ રૂપિયા મળશે.
જો કે, હવે આ એક શરૂઆત છે. તેમને અનુસરીને હવે ખાસ કરીને યુરોપના અનેક દેશો ગૂગલ સામે આ પ્રકારના કાયદા બનાવવા માંડ્યા છે. ઓસ્ટ્રેલિયા પણ આવો કાનૂન બનાવી રહ્યું છે. એમ મનાય છે કે, યુરોપના આ દેશો પછી હવે વિશ્વના બીજા દેશો પણ તેમનું અનુકરણ કરશે.
Loading ...