દિલ્હી-

ગૂગલે આજે ડૂડલ દ્વારા કોરોના વોરિયર્સનો આભાર માન્યો છે. ગૂગલે તેના ડૂડલમાં ડોકટરો, નર્સો, ડિલિવરી સ્ટાફ, ખેડૂતો, શિક્ષકો, સંશોધકો, સ્વચ્છતા કામદારો, મહામારી દરમિયાન સેવા આપનાર તમામ કર્મચારીઓને સામેલ કર્યા છે.

આ સમયે ડૂડલ તે ડોકટરો અને નર્સો માટે બનાવવામાં આવ્યું છે, જેઓ પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોની સેવા કરી રહ્યા છે અને કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ડૂડલે કોરોના દર્દીઓની સેવા કરવા માટે કોરોના સામે લડતા ડોકટરો અને નર્સનો આભાર માન્યો છે. ડૂડલે મહામારી સામે લડવામાં એકબીજાની મદદ કરવા આગળ આવતા લોકોનું સન્માન પણ કર્યું છે.

ગૂગલ દ્વારા બનાવવામાં આવેલા ડૂડલ્સ ખૂબ જ લોકપ્રિય હોય છે. ગૂગલ હંમેશા કોઈ મોટા પ્રસંગે ડૂડલ્સ બનાવતો હોય છે અને લોકોને તે પ્રોગ્રામ વિશે જાગૃત કરે છે. આજે પણ ગૂગલે એક વિશેષ ડૂડલ તૈયાર કર્યું છે. આજનું ડૂડલ કોરોના વોરિયર્સને સમર્પિત છે. તે કોરોના વોરિયર્સ જેઓ કોરોના મહામારી સમય પર પોતાનું કામ સતત કરી રહ્યા છે અને લોકોની મદદ કરી રહ્યા છે.