સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના ૫.૧% ના રાજકોષીય ખાધના લક્ષ્યને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ


નવીદિલ્હી,તા.૨૩

૫ લાખથી ૧૫ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને ટેક્સમાં છૂટનો લાભ મળી શકે છે. હાલમાં આ લોકો ૫થી ૨૦ ટકાના ટેક્સનો સામનો કરી રહ્યા છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ બજેટ ૨૦૨૪-૨૫માં ટેક્સ મુક્તિને લઈને મોટી જાહેરાત કરી શકે છે. જી હા... બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બજેટમાં આવકવેરામાં છૂટ મળી શકે છે. આ કદમથી ૫ લાખથી ૧૫ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને ફાયદો થશે. હાલમાં આ લોકો ૫થી ૨૦ ટકાના ટેક્સનો સામનો કરી રહ્યા છે.

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર એક નવા ટેક્સ બ્રેકેટ પર વિચાર કરી રહ્યું છે. જાે કે હાલ આ અંગે વિગતવાર ચર્ચા ચાલી રહી છે અને બજેટની રજૂઆત દરમિયાન આખરી ર્નિણય લેવામાં આવશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ ટેક્સ ફેરફારોથી સંભવિત આવકમાં ખોટ હોવા છતાં સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના ૫.૧% ના રાજકોષીય ખાધના લક્ષ્યને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરકાર ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી પ્રોત્સાહન રાશિને વધારવા પર ફરીથી વિચાર કરી રહી છે. વર્ષના ૬૦૦૦ રૂપિયાની રાશિને વધારીને ૮૦૦૦ રૂપિયા સુધી કરી શકે છે. જ્યારે ન્યૂનતમ ગારંટી યોજના હેઠળ ચૂકવણી વધારવા અને મહિલા ખેડૂતો માટે નાણાકીય સહાયતાનો વિસ્તાર કરી શકે છે. અત્યારે સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વર્ષના ૬ હજાર રૂપિયાની રાશિ એટલે કે દર ચાર મહિને ૨૦૦૦ રૂપિયા આપે છે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણ ઈકોનોમિસ્ટ, ટ્રેન્ડ યૂનિયન અને ઈન્જસ્ટ્રી ચેમ્બર્સ સહિત અન્ય સાથે બજેટ પૂર્વે ચર્ચા કરી રહ્યા છે. સ્થાનિક મીડિયા સૂચવે છે કે બજેટની જાહેરાત ૨૨ જુલાઈએ થઈ શકે છે. મહેસૂલ સચિવ સાથે પ્રી-બજેટ ચર્ચામાં ઝ્રૈંૈં જેવા ઉદ્યોગ સંગઠનોએ રૂ. ૨૦ લાખ સુધીની કરપાત્ર આવકના નીચલા સ્તરે આવકવેરામાં સામાન્ય રાહત આપવાનું સૂચન કર્યું છે.

પર્સનલ કરદાતાઓ માટે સૌથી મોટી ચિંતા તેમની પાસેથી કર વસૂલાતમાં વધારો છે, જે વાસ્તવમાં તાજેતરના વર્ષોમાં કોર્પોરેટ આવકવેરા વસૂલાત કરતાં વધી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન રૂ. ૯.૧૧ લાખ કરોડ હતું, જ્યારે નેટ પર્સનલ ટેક્સ કલેક્શન રૂ. ૧૦.૪૪ લાખ કરોડ હતું. એ જ રીતે ૨૦૨૨-૨૩માં કોર્પોરેટ ટેક્સ કલેક્શન રૂ. ૮,૨૫,૮૩૪ કરોડ અને વ્યક્તિગત ટેક્સ કલેક્શન રૂ. ૮,૩૩,૩૦૭ કરોડ હતું. આવી સ્થિતિમાં આશા રાખવામાં આવે છે કે આ મામલે પણ છૂટછાટની જાહેરાત કરવામાં આવે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution