બિહારમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરીનું ચૂંટણી વચન
17, ઓક્ટોબર 2020 891   |  

પટના-

બિહાર વિધાનસભા ચૂંટણી માટે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. પટનામાં આયોજીત પ્રેસ કૉન્ફરન્સમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલા, શક્તિસિંહ ગોહિલ સહિત મહાગઠબંધનના અન્ય નેતાઓએ ચૂંટણી ઢંઢેરો 'પ્રણ અમારો, સંકલ્પ બદલાવનો' જારી કર્યો. આ દરમિયાન તેજસ્વી યાદવે રાજ્યની નીતિશ સરકાર પર પણ હુમલો કર્યો. તેજસ્વી યાદવે કહ્યું કે નીતિશ કુમાર છેલ્લા 15 વર્ષોથી રાજ્યના મુખ્યમંત્રી છે પરંતુ આજ સુધી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવી શક્યા નથી.

ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને તેજસ્વી યાદવે કહ્યું, 'બિહારમાં ડબલ એન્જિનની સરકાર છે. છેલ્લા ૧૫ વર્ષથી નીતિશ કુમાર બિહારમાં સરકાર ચલાવી રહ્યા છે પરંતુ આજ સુધી આપણા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવી શક્યા નથી. વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી આવીને વાતચીત નહિ કરે. અમે વચન આપીએ છીએ કે કેબિનેટના પહેલા ર્નિણયમાં જ બિહારમાં યુવાનોને 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત બિહારમાં અમારી સરકાર બન્યા બાદ અમે રાજ્યને વિશેષ દરજ્જો અપાવીશુ.

કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આ દરમિયાન કહ્ય્š, 'આ ચૂંટણી નવી દિશા વિરુદ્ધ દૂર્દશાની ચૂંટણી છે. આ ચૂંટણી નવો રસ્તો અને નવુ આકાશ વિરુદ્ધ હિંદુ-મુસલમાનની ચૂંટણી છે. આ ચૂંટણી નવા તેજ વિરુદ્ધ નિષ્ફળ અનુભવની ચૂંટણી છે, આ ચૂંટણી ખુદ્દારી અને વિકાસ વિરુદ્ધ ભાગલા અને નફરતની ચૂંટણી છે. જાે અમે તેજસ્વી યાદવના નેતૃત્વમાં બિહારમાં સરકાર બનાવીએ તો સૌથી પહેલા અમે વિધાનસભા સત્ર બોલાવીને કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને ખતમ કરવા માટે બિલ પાસ કરીશુ.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution