ગાંધીનગર-

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલે સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા ના પ્રસંગે છેલ્લા નવ દિવસથી ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે જેના ભાગપે ગઇકાલે આઠમા દિવસે અમદાવાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્યતં મહત્વની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે સત્તામંડળોમાં મંજૂરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ૪૦ ટકાના બદલે હવે ૨૫ ટકા કપાત થશે અને ૧૫ ટકા કપાત થતી જમીન પર ગ્રીન કવર પ્લાન્ટેશન પબલિક ગાર્ડન રમતગમતના મેદાન ઇડબલ્યુએસ આવાસ રેસ્ટોરન્ટ જેવા જાહેર હેતુ નો ઉપયોગ સત્તામંડળને નિર્દેશ શકશે.

રાજ્યભરમાં ૪૧ સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદમાં આયોજિત રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં એકસાથે ૩૮૩૯.૯૪ કરોડના ૨૪૭ કામોના ખાતમુહર્ત અને ૧૧૬૧.૧૮ કરોડના ૨૨૪ કામોના લોકાર્પણ સંપન્ન કર્યા ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે મંજૂર કરાયેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે સત્તા મંડળ માં સમાવિષ્ટ્ર હોય તેવા પાર્કને હવે થી ૪૦ ટકાને બદલે ૨૫ ટકા કપાત કરવામાં આવશે. આના પરિણામે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ને પંદર ટકા ઓછી કપાત આપવાની થશે. અને આ વિસ્તારમાં વધુ વિકાસ થઇ શકશે. મુખ્યમંત્રીએ આ ક્રાંતિકારી નિર્ણય અંગે એમ પણ જણાવ્યું કે, આવી ૧૫ ટકા કપાત વાળી જમીન ઉપર ગ્રીન કવર, ગ્રીન પ્લાન્ટેશન, પબ્લિક ગાર્ડન, પ્લે ગ્રાઉન્ડ, માર્કેટ, મિલ્ક ડેરી, રિક્રિએશન,રેસ્ટોરન્ટ ,આર્થિક રીતે નબળા વર્ગના લોકો ના આવાસ માટે કે તેવા જાહેર હેતુ માટે જરિયાત મુજબ સત્તામંડળ નિર્દિષ્ટ્ર કરી શકશે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૨૫ થી વધુ ટી.પી. સ્કીમ સંપૂર્ણ પારદર્શિતાથી મંજૂર કરી છે ,એટલું જ નહીં એક પણ શહેરનો વિકાસ નકશો ફાઇનલ નોટીફિકેશન માટે પેન્ડિંગ નથી. મુખ્યમંત્રી રાયના નગરોમાં સીટીઝન સેન્ટિ્રક સેવાઓ નાગરિકોને સરળતા એ ઘરે બેઠા મળી શકે તે માટે ડિજિટલ ક્રાંતિ ના વિનિયોગ થી ઇ- નગર મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. આ અવસરે સંબોધન કરતા ગૃહ રાયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતે શહેરી વિકાસના ક્ષેત્રમાં અનેક અનેક આયામો સર કર્યા છે, તેનો શ્રેય હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. આ તબક્કે ૨૦૦૮ માં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલા શહેરી વિકાસ વર્ષનો ઉલ્લેખ કર્યેા હતો. ઇઝ ઓફ લિવિંગની સૂચિમાં ભારતના ૧૦ શહેરમાંથી ગુજરાતના ૩ શહેર સ્થાન પામ્યા છે. ગૃહરાય મંત્રીએ ગુજરાતમાં સુશાસન માટે રાજ્ય સરકારે પસાર કરેલા વિવિધ કાનુનોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સંસ્કૃતિના જતન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેયુ હતું કે, સરકારે ગુંડા નાબુદી ધારો,લવ જેહાદ, ગૌવશં અને ગૌહત્યા પર પ્રતિબધં વગેરે કાનુન દ્રારા રાયમાં શાંતિ અને સલામતી કાયમ કરી છે