પંજાબમાં નેહા અને રોહનપ્રીતનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું, કપલે પંજાબી ગીતો ગાયા
27, ઓક્ટોબર 2020 2277   |  

મુંબઇ 

'ઈન્ડિયન આઈડલ'ની જજ નેબા કક્કર અને પતિ રોહનપ્રીત સિંહના લગ્નનું રિસેપ્શન પંજાબમાં યોજાયું હતું. સોમવારે (26 ઓક્ટોબર) સાંજે કપલે મિત્રો અને પરિવારજનો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. રિસેપ્શનમાં નેહા અને રોહનપ્રીત સહિત સૌ કોઈએ ખૂબ ધમાલ-મસ્તી કરી હશે. કપલે પંજાબી ગીતો ગાયા હતા અને તેના પર ડાન્સ પણ કર્યો હતો.


પંજાબમાં યોજાયેલા રિસેપ્શન માટે નેહાએ વ્હાઈટ રંગનો લહેંગો પહેર્યો હતો તેમજ ડાયમંડ અને ગ્રીન સ્ટોનનો નેકલેસ પહેર્યો હતો. નેહાનો પતિ રોહનપ્રીત વ્હાઈટ શર્ટ અને બ્લૂ સૂટમાં હેન્ડસમ લાગતો હતો. નેહા અને રોહનપ્રીતની જોડી સુંદર લાગતી હતી. 



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution