અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.