અમદાવાદ-

અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. વિધાનસભાની આ તમામ બેઠકો પર કોરોનાની મહામારી વચ્ચે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે આ તમામ બેઠકો પર ઉમેદવારી પત્રો ભરાશે તારીખ 19 ઓક્ટોબર ઉમેદવારીપત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ત્યારબાદ જ ખરું ચિત્ર જાહેર થશે. જેમાં ગઈકાલે સાંજે લીંબડી બેઠક પર છેલ્લી ઘડીએ ચેતન ખાચર ના નામ ની જાહેરાત કરવામાં આવતા ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બન્યો છે. આ તમામ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું હોવાથી ત્રિપાંખિયો જંગ ખેલાશે.

આઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે 9મી ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરવા માંઆવી રહ્યા છે. 16 ઓક્ટોબરના રોજ એટલે કે આજે તમામ બેઠક પર ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે.જ્યારે 19 ઓક્ટોબરે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે ખરું ચિત્ર જાહેર થશે.3જી નવેમ્બરે 8 બેઠકો માટે મતદાન યોજાશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મોટા પાયે તોડફોડ ભા જ પ દ્વારા કરવામા આવી હતી. ગત માર્ચ મહીનામાં 5 અને ત્યાર બાદ 3 ધારાસભ્યોએ મળીને કોંગ્રેસનાં કુલ 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં. જેનાં કારણે આ બેઠકો ખાલી પડતાં આ પેટાચૂંટણી યોજાઈ રહી છે. .તમામ બેઠકો પર ચૂંટણી જંગ બરાબર જામશે. ભાજપ -કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે આથી મોટાભાગની બેઠકો પર ત્રિપાખીયો જંગ ખેલાશે.. 

બેઠક ભાજપ્ના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર

ધારી        જે.વી. કાકડિયા સુરેશ કોટડિયા.

મોરબી     બ્રિજેશ મેરજા જયંતિ પટેલ.

ગઢડા       આત્મારામ પરમાર મોહન સોલંકી.

કરજણ     અક્ષય પટેલ કિરીટસિંહ જાડેજા

અબડાસા   પ્રદ્યુમનસિંહ જાડેજા શાંતિલાલ સેંઘાણી.

ડાંગ          વિજય પટેલ સૂર્યકાંત ગાવિત

કપરાડા     જીતુ ચૌધરી બાબુ વરઠા.

લીંબડી      કિરીટસિંહ રાણા ચેતન ખાચર