અમદાવાદ-

ગુજરાત રાજ્યની ટીમને એક બાતમી મળેલી કે ગાંધીનગર સેક્ટર 28ના બગીચા આગળથી એક ઈસમ મનીષભાઇ ચંદુભાઇ સંધાણી પાસે ખાનગી ગાડીમાં જૂની ચલણી નોટો રહેલી છે. જેના આધારે તપાસ કરવામાં આવતા 99 લાખથી વધુની જૂની ચલણી નોટો મળી આવી છે.

જેને લઈ ગુન્હો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જૂની ચલણી નોટોને બંધ થયેલ વર્ષો થયા તેમ છતા હજી સુધી અવારનવાર જૂની ચલણી નોટો મળી આવતી હોય છે.1000ના દરની નોટ નંગ-8781 કુલ રૂપિયા 87,81,000500ના દરની નોટ નંગ-2318 કુલ 11,59,000કુલ નોટો નંગ 11,099 કુલ 99,40,000 નોટો મળી આવી છે. ત્યારે નોટો ક્યાંથી લાવ્યા અને કોને આપી હવાલો પાડવાનો હતો તે અંગે ATS પૂછપરછ કરી રહી છે.ગુજરાત ATSને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે રૂપિયા 99,40,000ની રદ થયેલી જૂની ભારતીય ચલણી નોટો સાથે એક ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATSએ બાતમીના આધારે ગાંધીનગર માંથી જૂની ચલણી નોટો સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે.