ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કરી મુલાકાત 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, સપ્ટેમ્બર 2021  |   8910

ગાંધીનગર-

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પહેલીવાર મુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હી જશે. નવી દિલ્હીની એક દિવસીય તેમની આ મુલાકાતે હશે. પહેલા તેઓ અનેકવાર દિલ્હી જઇ ચૂક્યા છે, પરંતુ ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ તેમની આ મુલાકાત વિશેષ સાબિત થઈ શકે છે. તેમણે દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ત્યારબાદ સાંજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.


ભૂપેન્દ્ર પટેલે નવા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ હમણાં જ સંભાળ્યો છે. તેમને ગણતરીના જ દિવસો થયા છે ત્યારે તેમના મંત્રીમંડળમાં પણ તમામ પ્રધાનોની નવ નિયુક્તિ કરવામાં આવી છે. 2022ની ચૂંટણી પહેલા ગુજરાતના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું છે. ત્યારે તેમની પહેલી વાર મુલાકાત આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સાથે થઇ હતી. મુખ્યમંત્રી બન્યા બાદ રાષ્ટ્રપતિ સાથે આ તેમની પ્રથમ મુલાકાત છે. તાજેતરમાં જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી ભાજપના નેતૃત્વએ ગુજરાતની લગામ ભૂપેન્દ્ર પટેલને સોંપી છે. તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિને મળ્યા બાદ તેમણે ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુને પણ મળ્યા હતા. જે રીતે ગુજરાતમાં પરિવર્તન આવ્યું તેને જોતા આ વિશેષ મુલાકાત પણ કહી શકાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution