25, નવેમ્બર 2020
ગાંધીનગર-
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે આજે વહેલી સવારે આ ફાની દુનિયાને અલવિદા કહીને અનંતની વાટ પકડી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓએ આ અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
અહેમદ પટેલની રાજકીય સફર
પર એક નજર
1976માં ભરૂચમાં તાલુકા પંચાયતના સભ્ય બન્યા
1977માં 26 વર્ષની વયે લોકસભાના સાંસદ બન્યા
1977થી 1982 સુધી ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા
1983થી 1984 સુધી AICC જોઇન્ટ સેક્રેટરી રહ્યા
1985થી 1986 સુધી AICCમાં જનરલ સેક્રેટરી રહ્યા
1985માં પૂર્વ PM રાજીવ ગાંધીના સંસદિય સચિવ બન્યા
1986માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા
1991માં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન
1996માં AICCના કોષાધ્યક્ષ બન્યા
2000માં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા
2006માં વક્ફ સંયુક્ત સંસદીય સમિતીના સભ્ય રહ્યાં
ગુજરાત કોંગ્રેસ કમિટીના સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા
ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાનાર બીજા મુસ્લિમ નેતા હતા