અમદાવાદ-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસે પ્રમુખ અમિત ચાવડાએ ઉમેદવારોની પસંદગીને લઈને આજે મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ સજ્જ છે. તેમજ આ વખતે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા ચહેરાઓને 50 ટકા ટિકિટ આપશે. આ ઉપરાંત ઉમેદવારોની નામની જાહેરાત 1 ફેબ્રુઆરી બાદ કરવામાં આવશે.