ગુજરાત સ્થાપના દિનની આન, બાન,શાન સાથે ગૌરવ અને ગરિમામય ઉજવણી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, મે 2026  |   2574

ગુજરાત સ્થાપના દિવસને રાજ્ય સરકાર દ્વારા ગૌરવદિન તરીકે ઉજવવામાં આવ્યો છે, આ વર્ષે ગૌરવદિનની ઉજવણીનું સૌભાગ્ય સુરત શહેરને પ્રાપ્ત થયું હતું. રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીયમંત્રી સી. આર. પાટિલ, નાયબમુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાંમંત્રી કનુ દેસાઇ સહિતનાં મંત્રીઓ,ધારાસભ્યો તેમજ રાજ્ય સરકારનાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડુમસરોડ વાય જંકશન ખાતે સુરત પોલીસનાં જવાનો તેમજ અશ્વદળનાં જવાનોએ અદ્ભુત શિસ્તબદ્ધ પરેડ યોજીને મહાનુભાવો તેમજ શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. પોલીસની પરેડ ઉપરાંત પરંપરાગત નૃત્યો સાથે બાલિકાઓએ ગુજરાત ગૌૈરવદિનને ગરિમામય બનાવી દીધો હતો. વિવિધ ટેબ્લો અને પોલીસ જવાનોએ મોટરસાઇકલ ઉપર શ્વાસ અદ્ધર કરી મૂકે તેવા કરતબો કરીને મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોનાં દિલ જીતી લીધાં હતાં. વાય જંકશન ઉપર પરેડ અને નૃત્યનાં કાર્યક્રમ બાદ ડુમસ સી-ફેસ ખાતે ૨૫૦ કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગુજરાત ગૌરવદિનની ઉજવણીને સંગીતમય બનાવી ઉપસ્થિત શહેરીજનોનાં મન મોહી લીધાં હતાં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution