અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટનું આજે લાઈવ સ્ટ્રીમિંગ શરૂ થયું છે. 18 કોર્ટરૂમમાં ચાલતી હિયરિંગ આજે યુ ટ્યુબ ચેનલ પર લાઈવ કરવામાં આવી છે. આ ચેનલ પર લોકો હિયરિંગ લાઈવ નિહાળી રહ્યા છે. હિયરિંગ લાઈવ થતાં જુનિયર વકીલો, પત્રકારો અને સામાની જનતા ને કોર્ટ રૂમમાં શું ચાલી રહ્યું છે તેની ખબર પડી રહી છે. આ હિયરિંગ જસ્ટિસ બેચના હિયરિંગ લાઈવ કરવામાં આવી રહ્યા છે. દેશના ન્યાયમૂર્તિ એવા એન વી રમન્ના એ વર્ચ્યુયલી શરૂઆત કરાવી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે કોર્ટના જીવંત પ્રસારણથી લોકોને વિશ્વાસ વધુ વધશે.

કોરોનાએ ગુજરાતમાં દસ્તક દીધી ત્યારથી ઓનલાઈન કોર્ટ શરૂ કરવામાં આવી હતી. કેટલાક મહત્વના હિયરિંગ પણ ઓનલાઈન કરવામાં આવ્યા છે. અત્યારે ફિજીકલ કોર્ટો શરૂ નથી થઈ પરંતુ જ્યારે પણ ફિજીકલ કોર્ટ શરૂ થશે ત્યારે પણ આ ઓનલાઈન હિયરિંગ ચાલુ રહેશે. આજે પ્રથમ હિયરિંગ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠનું હતું. આ પહેલા જસ્ટિસ અને સૂઓમોટો કેસનું લાઈવ હિયરિંગ બતાવવામાં આવી રહ્યું હતું. હિયરિંગ લાઈવ કરતા લોકોને ધાર્મિક, વિધાર્થીઓના મુદા અને મહત્વના કેસોમાં કોર્ટમાં સુ ચર્ચા ચાલી રહી છે તે જાણવામાં ખૂબ જ રસ હોય છે. જેને લઈને યુ ટ્યુબ પર વ્યુયર પણ વધી રહ્યા છે.