13, ઓક્ટોબર 2021
વડોદરા-
ગુજરાત રાજ્યમાં લવ જેહાદનો પહેલો કેસ નોંધાયો હતો. આ કેસમાં સાત આરોપીને જામીન આપવા માટે ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે. સમગ્ર રાજયમાં ચર્ચા જગાવનારા આ લવ જેહાદના કેસમાં તમામ આરોપીઓના જામીન હાઇકોર્ટે મંજુર કર્યા છે. પિડીતાએ તમામ આરોપીઓ સામે ડરાવી, ધમકાવી લગ્ન કરાવીને ધર્મ પરિવર્તન કરાવી લીધું હોવાનો સનસનાટી મચાવનારો આક્ષેપ કર્યો હતો. જોકે તમામ આરોપીઓએ સામેની ફરિયાદ રદ કરવા માટે ફરિયાદીએ હાઇકોર્ટમાં અરજી કરતાં કેસમાં નવો વળાંક આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે લંબાણપૂર્વકની સુનાવણી અને તમામ પાસાઓની ચકાસણી કરીને આરોપીઓને જામીન આપવાનો આદેશ કર્યો હતો. વિધાનસભામાં રજૂ થયેલા બીલ બાદ રાજ્યપાલની મંજૂરી બાદ રાજ્યમાં 15 જૂનથી લવ જેહાદના કાયદા અમલમાં આવ્યો હતો. જેમાં વડોદરામાં 17 જૂને આ કાયદા અંતર્ગત રાજ્?ની પહેલી FIR નોંધાઇ હતી.
જો કે આ કિસ્સામાં નવો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે ફરિયાદ રદ કરી પતિના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસની વિગતો અનુસાર વડોદરાની યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ તેની મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવી તેની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા લગ્ન કર્યા હતા. ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિકારના કાયદા અન્વેયે તેણે પતિ, સાસુ સસરા અને લગ્ન કરાવનારા કાઝી સાથે અન્ય બે સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે
આ કેસે રાજ્યમાં ખાસ્સી ચકચાર જગાવી હતી અને એકાએક ફરિયાદી દ્વારા ફેરવી તોળવામાં આવ્યું હતું અને પોતાના પતિ સહિતના તમામ આરોપીઓ સામે ફરિયાદ રદ કરીને તેમને જામીન આપવા માટે વડી અદાલતમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ ગુજરાત હાઇકોર્ટે તમામ આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા.
ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે.