દિલ્હી-

સુપ્રીમ કોર્ટે રાજકોટની હોસ્પિટલમાં આગ લાગ્યા પછી કોરોનાના દર્દીઓના મોત મામલામાં જાતે સંજ્ઞાન લઈને ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી હતી. આના જવાબમાં એક એફિડેવિટ પણ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં આજે (સોમવારે) સુનાવણી થઈ શકે છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્યના 1,101 હોસ્પિટલ પાસે હજી પણ માન્ય આગ સલામતી પ્રમાણપત્ર નથી. આ સર્ટિફિકેટ ગુજરાત ફાયર પ્રોટેક્શન અને જીવન રક્ષા ઉપાય કાયદા અંતર્ગત જાહેર કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતના રાજકોટ શહેરની એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી તેમાં દર્દીઓના મોત પછી સુપ્રીમ કોર્ટે જાતે સંજ્ઞાન લઈને જાહેરહિતની અરજી  દાખલ કરી હતી. ત્યારબાદ ગુજરાત સરકારથી રાજ્યના હોસ્પિટલ્સમાં અગ્નિ સુરક્ષા વ્યવસ્થા અંગે નોટિસ જાહેર કરી જવાબ માગ્યો હતો. હાલમાં જ ગુજરાત સરકારે આ અંગે એફિડેવિટ દાખલ કરી છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ શકે છે. તે દરમિયાન રાજ્યમાં કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર અને મૃતકોના મૃતદેહોને ગરિમાપૂર્વક અંતિમ સંસ્કાર કરવા પર વિચાર થઈ શકે છે. ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અધિક સચિવ મુકેશ પૂરીએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે 5,705 હોસ્પિટલ છે. આમાંથી 4,604ની પાસે ફાયર વિભાગની NOC છે, પરંતુ 1,101 પાસે નથી. આ NOC ત્યારે જાહેર કરવામાં આવે છે. જ્યારે અરજદાર હોસ્પિટલ આગથી બચવા માટે તમામ વ્યવસ્થા કરે છે.