ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 471 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,57,813 કેસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જાન્યુઆરી 2021  |   1782

અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 471 થી વધુ નોંધાયા છે. જેની સામે 727 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4372 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 471 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,57,813 થયો છે. તેની સામે 2,47,950 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,57,813 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 5491 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,57,813 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 5491 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 52 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 5439 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,47,950 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4372 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution