ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 1607 થી વધુ પોઝીટીવ કેસ: 16 ના મોત, કુલ 2,05,116 કેસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, નવેમ્બર 2020  |   594

અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1607 થી વધુ નોંધાયા છે. જેની સામે 1388 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 16 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3938 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1600 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,05,116 થયો છે. તેની સામે 1,86,446 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,05,116ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 14,529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,05,116 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 14,732 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 96 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14,636 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,86,446 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3938 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 10 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution