/
ગુજરાત પોલીસ બેડામાં બદલીઓનો દોર, 77 PSIની સાગમટે બદલી

અમદાવાદ-

રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ રાજયના 77 બીન હથિયારી PSIની બદલીના આદેશ આપ્યા હતા. જેમાં રાજકોટ શહેરના બે અને ગ્રામ્યના બે PSI મળી સૌરાષ્ટ્રમાં 27 જેટલા PSIની બદલી થઇ છે. અન્ય જિલ્લા કે શહેરમાંથી રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કેટલાક નવા PSIને મુકવામાં આવ્યા છે. આશિષ ભાટીયાએ જાડેજા ચંદ્રકલાબા ભરતસિંહને દેવભૂમિ દ્વારકાથી ઇન્ટેલીજન્સ, ભોજાણી રાણા આશાભાઇને રાજકોટ ગ્રામ્યમાંથી ગીર સોમનાથ, સોલંકી વિરેન્દ્રસિંહ ઉદયસિંહને જૂનાગઢથી ગીરસોમનાથ, રાણા સિદ્ધરાજસિંહ જયદેવસિંહને કચ્છ-પશ્ચિમ ભૂજથી રાજકોટ ગ્રામ્ય, રબારી હેતલબેન માલજીભાઇને સુરેન્દ્રનગરથી ખેડા મુક્યા છે. હાલ ગુજરાત પોલીસ બેડામાં બદલીઓનો દોર શરૂ થયો છે. ત્યારે રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ રાજયના 77 બીન હથિયારી PSIની બદલીના આદેશ આપ્યા હતા અને 77 PSIની એકસાથે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત જાડેજા પ્રદિપસિંહ અશોકસિંહને દેવભૂમિ દ્વારકાથી અમરેલી, પરમાર અજયસિંહ દશરથસિંહને દેવભૂમિ દ્વારકાથી ઇન્ટેલીજન્સ, ગોહિલ રામદેવસિંહ જામસિંહને સુરેન્દ્રનગરથી રાજકોટ ગ્રામ્ય, મહેતા રાજેન્દ્રકુમાર ગણપતલાલને જૂનાગઢથી વલસાડ, મકવાણા ચેતનકુમાર હસુભાઇને ભાવનગરથી દેવભૂમિ દ્વારકા, હુણ માંડાભાઇ જીવાભાઇને અમદાવાદ શહેરથી રાજકોટ શહેર, ધાંધલ્યા ધર્મિષ્ઠાબેન અંબાશંકરને રાજકોટ શહેરથી અમદાવાદ ગ્રામ્ય, પરમાર કેતન વિરજીભાઇને ગીરસોમનાથથી જૂનાગઢ, વાવૈયા સરોજબેન શંભુભાઇને અમરેલીથી ગીરસોમનાથ, વાછાણી ચેતનાબેન શાંતીલાલને રાજકોટ ગ્રામ્યથી રાજકોટ શહેર, સોનારા પુષ્પાબેન રમેશભાઇ સુરેન્દ્રનગરથી અમદાવાદ બદલી કરી છે. આ સિવાય પટેલ હરીભાઇ માનાભાઇને કચ્છ-પૂર્વ ગાંધીનગરથી મોરબી, ભરવાડીયા હેતલબેન જમનાદાસને રાજકોટ શહેરથી જૂનાગઢ, વરે સુરેશરાવ બળવંતરાવને ભરૂચથી ગીર સોમનાથ, ડાકી વિરમભાઇ કેશવભાઇને જૂનાગઢથી દેવભૂમિ દ્વારકા, ડાભી નાજાભાઇ અરજણભાઇ અમદાવાદ શહેરથી સુરેન્દ્રનગર, સિસોદીયા શૈલેન્દ્રસિંહ મનુભાને ભાવનગરથી જામનગર, ગોહિલ જયવંતસિંહ ચંદુભાને જામનગરથી ભાવનગર, ડોડીયા અલ્પાબેન પ્રતાપભાઇને અમરેલીથી જૂનાગઢ, રાઠોડ રાજેશકુમાર કડવાભાઇને રાજકોટ શહેરથી અમદાવાદ શહેર, વાઝા જેસીંગભાઇ રામભાઇને બનાસકાંઠાથી જૂનાગઢ, સોલંકી મહાવીરસિંહ હેમંતસંગને ગાંધીનગરથી સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution