19, નવેમ્બર 2020
1683 |
અમદાવાદ-
ગુજરાત માં હવે સવાર ના સમયે ઠંડી નો ચમકારો અનુભવાઇ રહ્યો છે લોકો વહેલી સવારે જોગિંગ કરવા નીકળી રહ્યા છે , બજાર માં શિયાળા માં હેલ્ધી થવા માટે આરોગવામાં આવતા વસાણા આવી ગયા છે, મેથીના લાડુ, ગુંદર કાજુ-બદામ ના અળળીયા વગરે ઘરો માં બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે આ બધા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ડિસેમ્બર સુધીમાં હાડ થીજવતી ઠંડી પડશે 4 ડિસેમ્બર સુધી 12 ડિગ્રી સુધી પારો ગગડી શકવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ઠંડીનો પારો ગગડ્યો છે અને તેની સીધી અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. જેના કારણે હવામાને આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ઠંડીનું હજુ પણ પ્રમાણ વધશે. કચ્છના નલિયા, કંડલામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવતા લોકો એ ગરમ વસ્ત્રો ખરીદવાનું ચાલુ કર્યું છે તો કેટલાકે કબાટ માં મુકેલા જાકીટ, સ્વેટર,ગરમ ધાબળા કાઢી ધોઈ ને ઠંડી સામે ઝઝૂમવા તૈયારીઓ કરી દીધી છે.