11, મે 2021
1287 |
મોસ્કો-
રશિયાના કઝાન શહેરમાં આજે સવારે એક શાળામાં એક બંદૂકધારીએ હુમલો કરતાં આઠ જણનાં મરણ થયા છે જેમાં આઠમા ધોરણના સાત વિદ્યાર્થી અને એક શિક્ષકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજા 21 જણ ઘાયલ થયા છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલો થયો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયા હતા. કઝાન શહેર તાતરસ્તાન પ્રાંતની રાજધાની છે. ત્યાંના ગવર્નરે કહ્યું કે મૃતક વિદ્યાર્થીઓમાં ચાર છોકરા અને ત્રણ છોકરી છે. હુમલાખોર 19 વર્ષનો યુવક હતો, જેને પકડી લેવામાં આવ્યો છે.