અમદાવાદ-

આવનારી ચુંટણીઓ પૂર્વે હાર્દિક પટેલ પાછા ફોર્મ માં આવી ગયા હોય તેમ જણાય રહ્યું છે અને હવે હાર્દિકે પોતાના તરફ થી મોટું નિવેદન આપતા કહ્યું કે હવે પાર્ટીમાં ફક્ત એવા લોકોને જ ટિકીટ મળશે કે જે પાર્ટીના જૂના મજબૂત અને સાચા પ્રમાણિક કાર્યકર્તા હશે. હાર્દિકે જણાવ્યું કે પૈસાનો સોદો કરનારા લોકોને દરવાજે બેસાડવામાં આવશે ,સાથે જ પાર્ટી છોડી જનારા ધારાસભ્યો તરફ ઇશારો કરી હાર્દિકે કહ્યું કે અમે યુવાનો ભગતસિંહની વિચારધારા ધરાવતા કાર્યકરો છીએ. જે ગદ્દારી કરશે તેના ઘરે આવીને તેનો જવાબ આપતા આવડે છે.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે અત્યાર થી જ પ્રચાર શરૂ કરી દઇ પોતાનું સ્થાન ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે. હાર્દિક પટેલે અન્ય પક્ષમાંથી કોંગ્રેસમાં આવનાર તેમજ કોંગ્રેસ છોડી અન્ય પક્ષમાં જનાર નેતાઓને ચેતવણી આપી તેઓ ને શાન માં સમજી જવા જણાવી દેતા જોવા મળ્યા હતા.