વડોદરા-ભરૂચ, તા.૧૪

ઝાડેશ્વરની સર્વનમન વિદ્યામંદિરમાં સોખડાથી નવો સ્ટાફ મૂકી દેવાતા વિધાર્થીનીઓએ રડતા રડતા વાલીઓને ફોન કર્યા કરી શાળા છોડવા મજબુર બની હતી.૪૦૦ થી વધુ વિધાર્થીનીઓના આ નિર્ણયથી રેસિડેન્સીલ સ્કૂલમાં સર્જાયા કરુણ દ્રશ્યો, ૧૭ વર્ષથી ફરજ બજાવતી સાધ્વી બહેનોને બદલવા સામે ૪૫૦ વિદ્યાર્થીનીઓ વિરોધ કરી રહી છે. સવારે સ્થાનિક વાલીઓએ સાધ્વીઓ ને બદલવાનાં નિર્ણય સામે મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો. અને સમગ્ર ઘટનાક્રમનાં પગલે રાજયભરમાંથી દિવસ દરમ્યાન વાલીઓ ઝાડેશ્વર આવી પોંહચ્યા હતા.રાત સુધીમાં રાજ્યભરમાંથી વાલીઓ મોટી સંખ્યામાં આવી પોહચતા ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ સાથે ફરી પોલીસે દરમ્યાનગિરી કરવા પડી હતી. હરિધામ સોખડાના ગાદી વિવાદમાં ભરૂચની છાત્રાઓને ભોગવવાનો વારો આવ્યો હોવાની ચર્ચાઓ થઇ રહી છે. ભરૂચના ઝાડેશ્વર સ્થિત હરિધામ સોખડા સંચાલિત સર્વનમન વિદ્યામંદિરમાં બુધવારે સવારે સાધ્વી બહેનોનો સ્ટાફને બદલવા સામે સ્થાનિક વાલીઓએ હંગામો મચાવ્યો હતો. જે બાદ રેસિડેન્સીયલ સ્કૂલમાં અભ્યાસ કરતી ૪૫૦ દીકરીઓએ એક બાદ એક રડતા રડતા તેમના માતા પિતાને ફોન કરતા રાજ્યભરમાંથી પોતાની દીકરીઓને લઈ જવા વાલીઓ સ્કૂલ ખાતે ઉમટવાના શરૂ થઈ ગયા હતા. માતા પિતા સ્કૂલના કેમ્પસમાં પોહચતા જ દીકરીઓ વાલીઓને જાેઈને ધ્રુસકેથી રડવા લાગીઓ હતી. દીકરીઓની મનોદશા જાેઇ વાલીઓ પણ સતબ્ધ થઇ ગયા હતા અને મેનેજમેન્ટ સામે વાલીઓનો આક્રોશ જાેવા મળતો હતો. સમગ્ર મામલાની ગંભીરતા જાેતા ટ્રસ્ટીઓએ પણ કેમ્પસ ખાતે દોડી આવ્યા હતા. સ્થિતિ વધુ ન વણસે માટે પોલીસની મદદ લીધી હતી વિધાર્થીઓ સોખડાથી ફરજ પર મુકવામાં આવેલ નવી સાધ્વી બહેનોના સ્ટાફ સાથે રહેવા અને શિક્ષણ મેળવવા તૈયાર નથી ત્યારે આ વિવાદમાં હજી પણ ટ્રસ્ટીઓ દ્વારા કોઈ ફોડ પડાયો નથી. તેઓએ ફક્ત મેનેજમેન્ટે વધારાની ભગવા બહેનોને સેવામાં સ્ટાફમાં મૂકી હોય અને ૧૭ વર્ષ જુના સ્ટાફને બદલવામાં નહિ આવે તેવી ખાત્રી વિધાર્થીઓનીઓ માંગી રહી છે. જાે કે આ અંગે હરિધામ- સોખડા ંમેનેજમેન્ટે શું નિર્ણય લિધો છે તે હજી સ્પષ્ટ નથી થયો.