અમદાવાદ આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રા નીકળશે.શનિવારે ભગવાન જગન્નાથજીને સોનાવેશનો શણગાર કરવામાં આવ્યો હતો.શનિવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટની સમીક્ષા કરી છે.આ રૂટ સમીક્ષામાં શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતો,રથયાત્રા રૂટ અને પોલીસ બંદોબસ્તને લઈ સમીક્ષા કરવામાં આવી હતી.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટ પર સમીક્ષા કરે તે પહેલા જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી. ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં આસપાસના શહેરો અને ગામડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જાેડાય છે. ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા ૭મી જુલાઈના રોજ યોજાનારી છે, જેને લઈને છેલ્લાં એક મહિનાથી શહેર પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશની બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નિકળતી હોય અને જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે આવતા હોય ત્યારે તેઓની સલામતી પોલીસની જવાબદારી બની જતી હોય છે, તેવામાં ભૂતકાળની ઘટનાઓને પણ ધ્યાને રાખીને આ વખતે રથયાત્રામાં હજારોની સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે. રથયાત્રા બંદોબસ્તમાં કુલ ૨૩,૬૦૦ પોલીસ જવાનો રહેશે ખડેપગે રહેશે. તેવામાં ટેક્નોલોજીનો પણ આ વખતે ભરપુર ઉપયોગ કરવામાં આવશે.મહત્વનું છે કે આ વખતે પણ પોલીસ દ્વારા એર બલુનના કેમેરાથી તેમજ ટેથર્ડ ડ્રોન, સીસીટીવી અને અન્ય કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. સાથે જ ગુનેગારોને પકડવા માટે મદિરમાં આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ કેમેરા લગાવાવામાં આવ્યા છે.જેથી ગુનેગારોની ઓળખ કરી તેઓને પકડવાની કામગીરી કરવામા આવશે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે શહેર પોલીસે કમર કસી છે.