આજે હરિયાણા અને જમ્મુકાશમીર વિધાનસભાના પરિણામો
07, ઓક્ટોબર 2024 693   |  


નવીદિલ્હી:હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં યોજાયેલા મતદાન બાદ આવતીકાલે પરિણામનો દિવસ છે. ત્યારે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ૯૦-૯૦ બેઠકો પર થયેલા મતદાનની આવતીકાલે વહેલી સવારથી ગણતરી શરૂ કરવામાં આવશે. જાેકે, એક્ઝીટ પોલના આંકડા અનુસાર બન્ને રાજ્યોમાં કોંગ્રેસ અને કોંગ્રેસ ગઢબંધનની સરકાર રચાશે.

ભાજપ દ્વારા પણ તેનો પ્લાન બી તૈયાર કરી દેવામાં આવ્યો છે. બન્ને રાજ્યોમાં ભાજપની સરકાર બને તે કેન્દ્ર માટે ખુબ જ જરૂરી છે. ત્યારે આવતીકાલે આવનાર બન્ને રાજ્યોના પરિણામો પર સમગ્ર દેશની તેમજ વિશ્વના અનેક દેશોની નજર છે.

હરિયાણામાં એક જ ચરણમાં ૯૦ બેઠકોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં સરેરાશ ૬૬ ટકા મતદાન નોંધાયંુ હતું. જ્યારે જમ્મુ કાશ્મીરમાં ત્રણ ચરણમાં મતદાન યોજાયું હતું. જેમાં પહેલા ચરણમાં ૧૮ સપ્ટેમ્બરે ૬૧.૩૮ ટકા, બીજા ચરણમાં ૨૫ સપ્ટેમ્બરે ૫૭.૩૧ ટકા જ્યારે ૧લી ઓક્ટોબરે અંતિમ ચરણમાં ૬૫.૪૮ ટકા મતદાન નોંધાયું હતું. બન્ને રાજ્યોની ચૂંટણી ભાજપ સંગઠીત એનડીએ તેમજ કોંગ્રેસના ઇન્ડિયા બ્લોક માટે ખુબ જ મહત્વની માનવામાં આવે છે. જાેકે, હરિયાણામાં મતદાન પૂર્ણ થતાંની સાથે જાહેર થયેલા એક્ઝીટ પોલમાં ભાજપની હાર અને કોંગ્રેસ અથવા કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનશે તેવા આંકડા જાહેર થયા હતા.

એક્ઝીટ પોલના આંકડાથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જાેવા મળ્યો હતો. કોંગ્રેસ અને ભાજપ બન્ને દ્વારા સરકાર બનાવવા માટે તોડજાેડ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હરિયાણામાં કોંગ્રેસ પક્ષ મહત્તમ બેઠકો મેળવે તેવી શક્યતા એક્ઝીટ પોલમાં વ્યક્ત કરાઇ છે. તો જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને સાથી પક્ષો એકઠા થઇ સરકાર બનાવશે તેવી શક્યતા એક્ઝીટ પોલમાં વ્યક્ત કરાઇ છે. આવતીકાલે સવારે ૮ કલાકથી જુદા જુદા મતવિસ્તારમાં મતગણતરી શરૂ થશે. જેનાં પરિણામો આવ્યા બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે કે સરકાર કોની બનશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution