ગયા-

દેશભરમાં સગીર દલિત યુવતીઓ પર ગેંગરેપના કેસો સતત વધી રહ્યા છે. યુપીના હાથરસમાં દલિત યુવતી સાથે સામુહિક બળાત્કારનો મામલો એટલો શાંત થયો નથી કે બિહારના ગયામાં પણ આવી ઘટના પ્રકાશમાં આવી છે. આ કેસમાં બળાત્કારનો ભોગ બનેલી સગીર યુવતીએ આત્મહત્યા કરી હતી.

ગયાના કોચ વિસ્તારમાં યુવતી સાથે ગેંગરેપની હ્રદય દ્વાવક ઘટના પ્રકાશમાં આવી છે. સામુહિક બળાત્કાર બાદ સમાજ શું કહેશે તેના કારણે યુવતીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના 29 સપ્ટેમ્બરની છે. સમાચાર મુજબ 30 સપ્ટેમ્બરે પીડિતા તેના નજીકના પરિવારમાં બર્થડે પાર્ટીથી પરત ફરી રહી હતી. તે દરમિયાન ગામના દંબગ માણસો યુવતી સુનસામ મકાનમાં લઈ ગયા હતા અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો.

આ ઘટનાથી ઈજાગ્રસ્ત મહિલા ઘરે પહોંચી હતી અને તેણે રૂમને બંધ કરી આપઘાત કરી લીધો હતો. સમય જતા યુવતી બહાર ન આવી તેથી પરિવારે રુમનો દરવાજા તોડી નાખ્યો,અન જ્યારે તેઓ અંદર જોયું  તો તેમના હોશ ઉડી ગયા હતા. યુવતી ફાંસી પર લટકતી હતી. ઉતાવળમાં સગીર યુવતીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને વધુ સારી સારવાર માટે પટના રિફર કર્યા હતા. સારવારના બીજા દિવસે સગીર યુવતીનું મોત નીપજ્યું હતું.

હાથરસની ઘટનાની જેમ ગયામાં પણ પોલીસનું અમાનવીય વર્તન પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે દલિત યુવતીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને ઉતાવળમાં અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, આ મામલો તુલ પકડી શકે છે. વિપક્ષી નેતાઓએ આ મુદ્દે સરકારને ઘેરી લેવાનું શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે, આ ઘટના પછી બિહારનુ ગયા પણ હાથરસ જેવી ઘટનાઓથી અછૂત રહ્યુ નથી.