/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

HDFC બેન્કના એમડી પુરીએ 74.2 લાખ શેર્સનું વેચાણ કરી 843 કરોડ ઉભા કયા

દિલ્હી-

HDFC બેન્કના મેનેજીંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ બેન્કના 74.2 લાખ શેર્સનું વેચાણ કર્યું છે. 21 થી 23 જુલાઈ વચ્ચે થયેલા આ વેચાણ રૂ. 843 કરોડમાં કરવામાં આવ્યું છે. પુરીએ પોતાની પાસે રહેલા બેન્કના શેર્સમાંથી 95%નું વેચાણ કર્યું છે. એક્સચેન્જના ડેટા મુજબ, આ સોદા પૂર્વે HDFC બેંકમાં પુરીનો 0.14% (77.96 લાખ શેર) હિસ્સો હતો. સ્ટોક સેલ પછી પુરી પાસે હવે 0.01% (3.76 લાખ શેર) હિસ્સેદારી બચી છે. શેરનું વેચાણ એવા સમયે થયું છે જ્યારે પુરી ઓક્ટોબરમાં સર્વોચ્ચ પદેથી નિવૃત્ત થઇ રહ્યા છે. આદિત્ય પુરી ૧૯૯૪ની શરૂઆતથી બેંકના સ્ડ્ઢ છે.

HDFC બેન્કને દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક બનાવવાનો શ્રેય આદિત્ય પુરીને જાય છે. હાલમાં બેન્કનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 6.17 લાખ કરોડ છે. થોડા સમય પહેલા આદિત્ય પુરીએ કહ્યુ હતું કે, બેન્કનો ઉત્તરાધિકારી હમેશા બેન્કની અંદરનો વ્યક્તિ જ હોવો જાેઈએ. હવે તે ઇમેજ ઉપર છે કે બેન્કે જે નામોની ભલામણ કરી છે તેના ઉપર તે શું નિર્ણય લે છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution