rbi દ્વારા તેમના આદેશો અને માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ એચડીએફસી બેંકને પેનેલ્ટી


બેંકિંગ સેક્ટરના રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૐડ્ઢહ્લઝ્ર બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. ઇમ્ૈં દ્વારા તેમના આદેશો અને માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ એચડીએફસી બેંકને પેનેલ્ટી ફટકારવામાં આવી છે. બેંકના થાપણો પરના વ્યાજ દરો, બેંક દ્વારા રિકવરી એજન્ટની નિમણૂક અને બેંકમાં ગ્રાહક સેવાઓ અંગે ઇમ્ૈંની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ માહિતી આપી હતી કે ૩ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ એક આદેશ જારી કરીને તેણે ૐડ્ઢહ્લઝ્ર બેંક પર ૧ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ડિપોઝિટ પરના વ્યાજ દરો, રિકવરી એજન્ટોની ભરતી અને બેંકોમાં પૂરી પાડવામાં આવતી ગ્રાહક સેવાઓ સંબંધિત આરબીઆઈની સૂચનાઓનું પાલન ન કરવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈએ કહ્યું કે, તેમણે આ કાર્યવાહી બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ આપવામાં આવેલી સત્તાઓ હેઠળ કરી છે.

ઇમ્ૈં અનુસાર, ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી બેંકની નાણાકીય સ્થિતિ જાણવા માટે સુપરવાઇઝરી મૂલ્યાંકન માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં આરબીઆઈના નિર્દેશોનું ઉલ્લંઘન જાેવા મળ્યું હતુ, બાદમાં બેંકોને નોટિસ પાઠવીને પૂછવામાં આવ્યું કે શા માટે તેમના પર દંડ ન લગાવવો જાેઈએ. બેંક તરફથી જવાબ મળ્યા બાદ અને વ્યક્તિગત સુનાવણી બાદ આરબીઆઈને બેંક સામેના આરોપો સાચા હોવાનું જણાયું હતું. ૐડ્ઢહ્લઝ્ર બેંકે અમુક થાપણો સ્વીકારવા માટે થાપણદારોને રૂ. ૨૫૦ ની ગિફ્ટ આપી હતી, જે કોમ્પ્લિમેન્ટરી જીવન વીમા કવરના પ્રથમ વર્ષ માટે પ્રીમિયમ તરીકે હતી. ઉપરાંત, બેંકે આવા એકમોના બચત જમા ખાતા ખોલ્યા જે તેના માટે પાત્ર ન હતા. ઉપરાંત, બેંક એ સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ કે ગ્રાહકોનો સાંજે ૭ થી સવારે ૭ વાગ્યા સુધી સંપર્ક કરવામાં આવ્યો ન હતો. ૐડ્ઢહ્લઝ્ર બેંક પર આ દંડ આરબીઆઈની સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ લગાવવામાં આવ્યો છે. બેંકના થાપણો પરના વ્યાજ દરો, બેંક દ્વારા રિકવરી એજન્ટની નિમણૂક અને બેંકમાં ગ્રાહક સેવાઓ અંગે ઇમ્ૈંની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution