લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026 |
વડોદરા |
3366
શહેરના અકોટા વિસ્તારમાં રહેતી મૂળ રાજસ્થાનની ૧૭ વર્ષની સગીરાનું લઘુમતી સમાજના યુવકે પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કર્યું અને સગીરાના પરિવાર પાસેથી ૧ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. સગીરા પોતાના સંબંધીના ઘરે રહેવા આવી હતી. આ દરમિયાન તેને ઓળખતો એક યુવક રાજસ્થાનથી વડોદરા આવ્યો હતો. યુવકે સગીરાને મળવા બોલાવી અને અપહરણ કરીને પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ અને ત્યારબાદ રાજસ્થાન લઈ ગયો હતો.
અકોટા પોલીસ પણ રાજસ્થાન પહોંચી હતી અને સગીરાનો કબજાે મેળવ્યો હતો. જાેકે પોલીસ પહોંચે તે પહેલા જ આરોપી રિક્ષામાંથી ઉતરીને ભાગી ગયો હતો. સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે અકોટા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે અને પીડિતાના નિવેદનને આધારે દુષ્કર્મનો ગુનો દાખલ કરવા માટે પણ રિપોર્ટ કર્યો છે.
રાજસ્થાનના અજમેરમાં રહેતા સલીમ ઉર્ફે સૈયદ સૈલાબ નામના શખસે એક સગીરાને પોતાની ચુંગાલમાં ફસાવી હતી. તેણે સગીરાના કિંમતી ઘરેણાં અને મોબાઈલ ફોન પણ વેચી માર્યા હતા અને સગીરાને મુક્ત કરવાના બદલામાં આરોપીએ સગીરાની માતા પાસે ૧ લાખની ખંડણીની માંગણી કરી હતી અને પીડિતાની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સગીરાની માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ તુરંત એક્શનમાં આવી હતી. પોલીસે ભારે જહેમત બાદ સગીરાને આરોપીની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી લીધી હતી. હાલ મુખ્ય આરોપી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં આરોપીની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે. દીકરી અહીં અકોટામાં તેની માસીના ઘરે આવેલી હતી. આરોપી પણ તે જ વિસ્તારમાં રહેતો હોવાથી તેને ખબર પડી કે દીકરી અહીં આવેલી છે. એટલે તે પીછો કરતો કરતો અહીં સુધી આવ્યો અને ત્યારબાદ તેનું અપહરણ કરીને લઈ ગયો હતો. આ કેસમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.