મુંબઇ
અભિનેતા પ્રિયાંશુ પેનયુલી અને વંદના જોશીએ દેહરાદૂનમાં લગ્ન કર્યા છે. મિર્ઝાપુરમાં રોબિનનું પાત્ર ભજવી લોકપ્રિય બનેલો પ્રિયાંશુ છેલ્લા બે વર્ષથી વંદનાને ડેટ કરી રહ્યો હતો. તેમણે કોવિડની ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને લગ્ન કર્યા છે.
પ્રિયાંશુએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે લગ્ન બાદ પત્ની વંદનાને એક સ્પોર્ટી માઉન્ટેન બાઇક પર લઇ જાય છે. આ વીડિયો સાથે પ્રિયાંશુએ કેપ્શનમાં લખ્યું કે, મારી સુંદર પત્નીને લઇ જઇ રહ્યો છું. અમે સાથે જઇ રહ્યાં છીએ, એક સુંદર નવી શરૂઆત કરવા માટે. વીડિયોમાં વંદના ફ્લાઇંગ કિસ આપતી જોવા મળી હતી. પ્રિયાંશુના લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં તેમના લગ્નની કેટલીક યાદગાર પળોનો સામેલ છે.
સોશિયલ મીડિયામાં સામે આવેલી પ્રિયાંશુ અને વંદનાની તસવીરોમાં બન્ને એક-બીજાથી ખુબ જ ખુશ જોવા મળી રહ્યાં છે. પ્રિયાંશુના લગ્નના સમાચાર તેના ફેન્સ સુધી પહોંચતાં તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેને શુભેચ્છાઓ પાછવી રહ્યાં છે. સાથે જ કેટલાક ફેન્સ તેને મિર્ઝાપુર ૨માં તેના ફેવરિટ ડાયલોગ 'યે ભી ઠીક હૈ' દ્વારા લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યાં છે.