મુંબઈ-

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને સમતા નગરમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદીવલીમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ઍરપોર્ટ અને શહેર તરફ જનારા રાજમાર્ગને એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે. રૂટ ડાવર્ઝન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મુંબઇ પોલીસ આ ઘટના બાદ ટ્રાફિક જામ ન થાય તે અંગે ધ્યાન આપી રહી છે. અને ટ્વીટ દ્વારા માહિતી પણ આપી રહી છે.

મુંબઈમાં ગત રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના કિંગ સર્કલના રસ્તા પર અંદાજે 2 ફૂટ સુધીનું પાણી ભરાઈ ગયું છે. આ સિવાય હિંદમાતા, સાયન, માટુંગામાં પણ પાણી ભરાઈ ગયા છે. આ ભારે વરસાદ કારણે રેડ એલર્ટ આપી દેવાયું છે. જેથી લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પહેલા હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવે તો હાઈટાઈડની ચેતવણી પણ આપી દેવામાં છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે બપોરે હાઈટાઈડ થઈ શકે છે. જેથી સમુદ્રના મોજા 4.45 મીટરની ઉંચાઈ સુધી ઉછળી શકે છે.હાલ હવામાન વિભાગ દ્વારા દરિયાની આસપાસ રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ BMCએ મુંબઈના ઘણાં વિસ્તારોમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.