અમદાવાદ,આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હેલિકોપ્ટર સેવા શરુ કરવામાં આવશે તેવી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ સુવિધા અંગેની જાહેરાત કરી છે. આ પોલીસીમાં દેશના ૧૦ શહેરોમાં ૮૨ રુટ પર હેલિકોપ્ટર કોરીડોર વિકસિત કરવાનું આયોજન રજૂ કરાયું છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ માહિતી આપતા જણાવ્યું છે કે, દેશમાં ત્રણ એક્સપ્રેસ વે ઉપર હેલિપોર્ટ્‌સ ડેવલપ કરાશે. જેમાં દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ-વે, અંબાલા- કોટપુલી અને અંબાલા- ભટિંડા- જામનગર એક્સપ્રેસ-વેનો સમાવાશે થાય છે. આ ત્રણેય એક્સપ્રેસ-વે ઉપર તૈયાર થનારા હેલિપેડનો ઉપયોગ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં તેમજ અકસ્માત સમયે પીડિતોને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલમાં પહોંચાડવા માટે થશે.હેલિકોપ્ટર સેવાની શરૂઆત દેશમાં ૧૦ શહેરોથી થશે. જેમાં મુંબંઈના જુહૂ-પૂના- જુહૂ, મહાલક્ષ્મી- રેસ કોર્સ- પૂના, ગાંધીનગર- અમદાવાદ- ગાંધીનગર રૂટનો સમાવેશ થાય છે. જાે કે, કેટલા સમયમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે તેની વધુ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ ઝડપથી સેવા શરૂ કરવા ઉડ્ડયન મંત્રાલય એક હેલિકોપ્ટર એક્સેલરેશન સેલ સ્થાપશે તેમ જણાવાયું છે.