ઔષધિથી ઘરગથ્થુ ઉપચાર દ્વારા અનેક રોગો સામે રક્ષણ પદમડુંગરીમાં વનઔષધી દર્શન શિબિર યોજાઇ
19, જાન્યુઆરી 2021

ઉનાઈ : પદમડુંગરી ઇકોટુરિઝમ કેમ્પસાઈટ ખાતે શ્રી ધન્વંતરી આયુર્વેદ પરિવાર અને વનવિભાગ વ્યારા ઉનાઈ રેંજ-વ્યારા ના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ વનઔષધી દર્શન શિબિરનું તા.૧૬-૧૭ એમ બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આયુર્વેદ દર્શન શિબિર યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આયુર્વેદ તરફ વાળવાનો અને આયુર્વેદ વિશે લોકોને વધુને વધુ માહિતગાર થાય એવા હેતુ થઈ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આયુર્વેદ ઔષધિ થી અનેક ઘરેલુ ફાયદાઓ રહેલા છે. આયુર્વેદ ઔષધિથી અનેક ઘરગથ્થુ ઉપચાર દ્વારા અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.ડો.મીનુભાઈ પરબીયા, ડો. યજ્ઞેશભાઈ વ્યાસ આ શિબિરના માર્ગદર્શક રહ્યા હતા.બારડોલી આયુર્વેદ પરિવાર ના વૈદ્યો ડો. પીયૂષ પટેલ ,ડો પ્રિતી પટેલ, ડો મનીષ સુરતી, અને પરિવાર દ્વારા આયોજન થયું સંપૂર્ણ પૌષ્ટિક-વૈદિક- સ્વાદિષ્ટ ભોજન નું આયોજન ડો. રક્ષાબેન અને ટિમ દ્વારા થયું વ્યારા વનવિભાગના ઉનાઈના રેન્જના આર.એફ.ઓ અશ્વિનભાઈ પુરોહિત સાહેબ અને વ્યારા વનવિભાગની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતના ખ્યાતનામ આયુર્વેદ તબીબો તથા આયુર્વેદના પ્રેમીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો તથા સ્થાનીક સરપંચ તથા વનઔષધી ભેગી કરવામાં રસ ધરાવતા અને ખેડૂતોએ પણ ભાગ લીધો..અને સ્થાનિક વન ઔષધીય વનસ્પતિઓઓની રસપૂર્વક જાણકારી મેળવી. ગુજરાત મેડીસીનલ પ્લાન્ટેશન બોર્ડ ના અધિકારી કનકસિંહ શિબિરમાં હાજર રહી વનઔષધીની ખરીદી અને વેચાણ માટે માર્ગદર્શન આપ્યું હતું તાપી જિલ્લા એડી. કલેકટર વહોનીયા સાહેબે પણ મુલાકાત લીધી. તથા વન ઔષધીય વાવેતર હેક્ટર ૫ની મુલાકાત કરી જાણકારી લીધી. હવે જમાનો આયુર્વેદ નો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution