આણંદ-

આણંદના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના વર્ગના ૨ નાયબ કાર્યપાલકેને ૨૦૧૯-૨૦ અને ૨૦૨૧ વિકાસના કામોની ફાઇલ એપ્રુલ કરવા માટે રૂા ૧૫ હજારની લાંચ માંગી હતી. આણંદ એ.સી.બી પોલીસમાં જાગૃત નાગરીક રજૂઆત કરતાં એ.સી.બીએ છટકુ ગોઠવીને નાયબ ઇજનેર રૂા ૧૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. ત્યારબાદ નાયબ ઇજનેર વડોદરા રહેતા હોવાથી તેના મકાનની તલાસી લેવા માટે તેને લઇને વડોદરા પહોચી છે.

એક જાગૃત નાગરીક દ્વારા ૧૪મા નાણાંપંચ અંતર્ગત ૨૦૧૯-૨૦અને૨૦૨૦-૨૧ના વિકાસલક્ષી કામો પોતાના ગામમાં કર્યા હતા. આ વીકાસ લક્ષી કામોની ફાઈલ એપૃવલ થવા શારૂ તેઓ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ આણંદના નાયબ કાર્યપાલક ઈજનેર જગદીશચંદ્ર ખાપાભાઈ પટેલને મળ્યા હતા તેમણે ૨૦૧૯-૦૨ની ફાઈલ એપ્રૃવલ કરવા માટેરૂ.૧૨હજારની લાંચની માગણી કરી હતી જે ફરિયાદીએ આપી ન હતી.ત્યારબાદ ફરિયાદી ૨૦-૨૧વિકાસલક્ષી કામો પોતાના ગામમાં કર્યા હોય તે ફાઈલ પણ એપૃવલ કરાવવા નાયબકાર્યપાલ ઈજનેરને મળ્યા હતા. તેમણે પહેલી ફાઈલના રૂા.૧૨ હજાર અને બીજી ફાઈલ રૂા.૩ હજાર મળી કુલ રૂા.૧૫ હજારની લાંચની માગણી કરી હતી. ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે એે.સી.બી. કચેરીનો સંપર્ક સાધ્યો હતો. જેથી આણંદ એ.સી.બી.ના પી.આઈ. સી.આર રાણાએ આજે છટકું ગોઠવ્યું હતું માર્ગ અને મકાન વિભાગની ઓફીસમાં જ ફરિયાદી લાંચના નાણાં રૂા ૧૫ હજાર આપવા માટે ગયા હતા. જે નાયબકાર્યપાલક ઈજનેર જગદીશચંદ્ર પટેલે સ્વિકાર્યા હતા.તેની વિરૂધ્ધ લાંચ રૂસ્વત ધારા હેઠળ ગુનો દાખલ કરીને નાયબ કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરી હતી