આગ્રા-

ઉત્તર પ્રદેશના આગ્રાથી એક બસને હાઇજેક કરવામાં આવી હતી. આ બસ ઝાંસીથી મળી આવી છે. ફાઇનાન્સ કંપનીએ આ બસને પોતાને કબ્જે લઇ લીધી છે. હાલ તમામ ૩૪ યાત્રિકો સુરક્ષિત છે. આ અંગે કંપનીએ પોલીસને તમામ માહિતી આપી દીધી છે.

બસ શ્રીરામ ફાઇનાન્સ કંપની દ્વારા જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ફાઇનન્સાકર્મી બનીને આરોપી બસમાં સવાર થયો હતો. કારથી ઓવરટેક કરીને આરોપી બસમાં ચઢ્યો હતો. અડિશનલ ચીફ સેક્રેટરી અવનિશ અવસ્થીએ જણાવ્યું હતું કે, બસના માલિકનું એક દિવસ અગાઉ જ મોત નીપજ્યું હતું. બસની ફાઇનાન્સ કરનારી ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ બસને ગેરકાયદેસર રીતે કબજાે કરી લીધી હતી.

આ અંગે આગ્રાના સિનિયર એસપી બબલુસિંહે જણાવ્યું હતું કે, આ કેસ એક નોંધવામાં આવ્યો છે. જેમાં ગ્વાલિયરના ત્રણ મુસાફરોએ ફરિયાદ નોંધાવી છે. પ્રવાસીઓના જણાવ્યાં મુજબ, ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ વચ્ચે રસ્તા પર જ બસને રોકીને કબ્જાે કર્યો હતો. બસ ગુરૂગ્રામથી મધ્યપ્રદેશના પન્ના જઇ રહી હતી.