ગાંધીનગર-

ગાંધીનગર પાસે પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળામાં 8 ઓક્ટોબરે રાત્રે તરછોડાયેલા બાળકનું એક ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું હતું. જોકે, છેલ્લા 3 દિવસથી સમગ્ર રાજ્યમાં આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતે આ મામલાની ગંભીરતા લઈ તરછોડાયેલા બાળકની મુલાકાત લીધી હતી. સાથે જ સમગ્ર પોલીસની ટીમે તરછોડાયેલા બાળકના પિતા સચિન દિક્ષિતને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ સચિને તેની પ્રેમિકા અને બાળકની માતા મહેંદી પેથાણીની હત્યા કરી બાળકને ગાંધીનગર પાસે મુકી ભાગી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જ્યારે આરોપી સચિન દિક્ષિતને ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો અત્યારે બાળકને ઓઢવ શિશુગૃહમાં મોકલવામાં આવ્યો છે.

હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતના બે મોબાઈલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. તેમજ મોબાઈલથી કરવામાં આવેલા ફોનની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ હત્યા બાદ સચિન દીક્ષિતે કોની કોની સાથે વાત કરી તેની માહિતી મેળવાશે. તેમજ હત્યા સમયે સચિન દીક્ષિતનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ મોબાઈલ લોકેશનને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસ સચિન દીક્ષિતના મોબાઈલ ડેટા મેળવવા FSLની મદદ લઈ શકે છે. સચિન અને હિના કેટલા સમયથી સંપર્કમાં હતા તેની વિગત મોબાઈલ ડેટા આધારે મેળવી શકાશે.

હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને આજે બોપલ લઈ જવામાં આવશે. જેમાં બોપલ-ઘુમા બાળકને રાખતા હોવાથી ત્યાંની તપાસ જરૂરી છે. તેમજ આજે આરોપીને વડોદરા નહિ લઈ જવાય. આ ઉપરાંત આ કેસના વધુ પુરાવા માટે આરોપીના પરિવારજનોની પૂછપરછ માટે તેમને ગાંધીનગર એલસીબી ખાતે બોલાવાશે. જયા પરિવારજનો પૂછપરછ કરવામાં આવશે. જેમાં સચિનના માતા પિતા અને પત્નીને બોલાવાશે તેમજ માત્ર 15 હજારના પગારમાં આરોપી સચિન બે ઘર ચલાવતો હોવાની માહિતી સામે આવી છે. તેમજ આવતીકાલે આરોપી સચિનને વડોદરા લઈ જવાય તેવી શકયતા છે. તેમજ આરોપીની હજુ પણ પૂછપરછની જરૂરિયાત લાગતા તપાસ યથાવત રાખવામાં આવી છે.