મુંબઈ

ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર તાજેતરમાં જ શૉ ‘ઇન ટુ ધ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ’માં જાેવા મળ્યો હતો. આ શૉ અત્યાર સુધીમાં સૌથી વધુ જાેવાયેલા ટીવી શૉ પૈકીના એક તરીકે ઉભરી આવ્યો છે. અક્ષય કુમારનો એપિસોડ ‘ઇન ટુ ધ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ’ ૧૪મ સપ્ટેમ્બરે પ્રસારિત થયો હતો. તે આ વર્ષનો સૌથી વધુ જાેવાયેલો ટીવી શૉ તરીકે ઉભરી આવ્યો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાં તેનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ શો અત્યાર સુધીના ઇતિહાસમાં બીજાે સૌથી વધુ જાેવાયેલો શો બની ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર રજનીકાંત બાદ અક્ષય આ શોમાં ભાગ લેનારો ત્રીજાે ભારતીય છે. ઇન ટુ ધ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ અને અક્ષય કુમાર ઇન્ફોટેનમેન્ટ પર જાેવા મળતો બીજાે સર્વોચ્ચ રેટેડ શો છે. તેને ૨૪ લાખ ઇમ્પ્રેશન મળ્યા છે.

ડિસ્કવરી નેટવર્ક ચેનલો પર તેનું પ્રીમિયર લગભગ ૧.૧ કરોડ લોકોએ જાેયું હતું. ડિસ્કવરી નેટવર્ક ચેનલો પર પહેલા સપ્તાહમાં જ લગભગ ૨.૬ કરોડ લોકોએ આ શો જાેયો હતો. શોમાં અક્ષય કુમારના દોરડા પર ચડવા અને ઊંચા ઝાડ પર ચડવા ઉપરાંત શોમાં એક હાર્નેસ બનાવતો જાેવા મળ્યો હતો. તેણે દોરડાના સીડી પર ચડવાની નવી ટેકનિક શીખી અને કેટલાક સાહસી સ્ટન્ટ્‌સ પણ કર્યા. અક્ષયે તેની નાનપણની યાદો પણ બિયર ગ્રિલ્સ સાથે શેર કરી હતી.