હોલીવુડ એક્ટર 'સ્કૂલ ઓફ રોક' એક્ટર કેવિન ક્લાર્કનું માર્ગ અકસ્માતમાં મોત

ન્યૂ દિલ્હી

હોલીવુડ એક્ટર કેવિન ક્લાર્કનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. બુધવારે વહેલી સવારે શિકાગોમાં માર્ગ અકસ્માતથી ફક્ત ૩૨ વર્ષીય કેવિનનું મોત નીપજ્યું હતું. જ્યારે કેવિનના મોતના સમાચારથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કેવિને 'સ્કૂલ ઓફ રોક ' ફિલ્મમાં ડ્રમર ફ્રેડી 'સ્પેજી મેગી' જોન્સની ભૂમિકા ભજવી હતી. ઇંસ્ટાગ્રામ પર કેવિનના મૃત્યુના સમાચારને લઈને અભિનેતા જેક બ્લેકે શોક વ્યક્ત કર્યો હતો.

શિકાગો પોલીસના જણાવ્યા અનુસાર કેવિન બુધવારે સવારે સાયકલ પર મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેની કારને ટક્કર મારી હતી. ઘટના સ્થળેની પોલીસ કેવિનને ગંભીર હાલતમાં એડવોકેટ ઇલિનોઇસ મેસોનીક મેડિકલ સેન્ટર લઈ ગઈ હતી. જ્યાં તે પછીથી જ તેણે દમ તોડી દીધો હતો. પોલીસે આ બનાવ બાદ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે કેવિન ક્લાર્ક લોગન બુલવર્ડ રોડ પર તેની સાયકલ પૂર્વ દિશામાં જઈ રહ્યો હતો. દરમિયાન વેસ્તાય એવન્યુ પર દક્ષિણ દિશા તરફ જઇ રહેલી કારને ટક્કર મારી હતી.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જે કાર સાથે કેવિન દુર્ઘટનાગ્રસ્ત થયો, તે કાર એક ૨૦ વર્ષીય મહિલા ચલાવી રહી હતી. અભિનેતા જેક બ્લેકે કેવિનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું 'ભયાનક સમાચાર ... કેવિન ચાલ્યો ગયો છે. વિશ્વાસ કરી શકતા નથી. ' કેવિને જેક બ્લેક સાથે 'સ્કૂલ ઓફ રોક' માં એક્ટિંગ કરી હતી. કેવિન આ પછી પણ ડ્રમ્સ વગાડતો રહ્યો. તાજેતરમાં જ તેણે જેસ બેસ અને ઉદ્દેશ બેન્ડ્‌સ સાથે પણ કામ કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution