ઋત્વીક રોશનના પાત્ર ક્રિશને બોલિવૂડનો અસલ સુપરહિરો માનવામાં આવે છે. આ ફ્રેન્ચાઈઝીની અંતિમ ફિલ્મ ૨૦૧૩માં રિલિઝ થઈ હતી જેમાં કંગના રનૌત, વિવેક ઓબેરોય અને પ્રિયંકા ચોપડા જેવા કલાકારો જોવા મળ્યા હતા. હવે અહેવાલો મળી રહ્યા છે કે રાકેશ રોશને લોકડાઉન દરમિયાન ચોથા પાર્ટની સારી સ્ક્રીપ્ટ તૈયાર કરી લીધી છે. તેમાં સુપરહિરો પાછલા સમયમાં જઈને પોતાના વૈજ્ઞાનિક પિતા રોહિત મેહરા અને બાળકો વચ્ચે પસદં કરાયેલા પાત્ર જાદૂને પરત લઈને આવશે.

જેવો સ્ક્રીપ્ટનો આઈડિયા ફાઈનલ થશે કે રાકેશ રોશન પ્રિ-પ્રોડકશનનું કામ શરૂ કરી દેશે યારે રાજેશ રોશન મ્યુઝિકનો વિભાગ સંભાળશે. આ ફિલ્મના વીએફએકસનું કામ શાહરૂખ ખાનની રેડ ચિલીઝ સંભાળશે. ફિલ્મની થીમ અત્યતં મહત્વની હોવાથી ડાયરેકટરે વિઝયુઅલ ઈફેકટસ માટે શાહરૂખની કંપની પર ભરોસો મુકયો છે.

રાકેશનો ઈરાદો સુપર વિલન્સની ફોજ બતાવવાનો છે જે હિરો સામે લડશે. દરેક વિલનને ખતરનાક લુક આપવા માટે તેમણે હોલિવૂડ ડિઝાઈનરને રાખ્યા છે. રોહિતનું પાત્ર અત્યતં મહત્વનું છે કેમ કે એ જ શખ્સ છે જે જાદૂનો સંપર્ક સાધી શકે તેમ છે.