ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, પેટાચૂંટણીને લઈ કરી શકે છે બેઠક

ગાંધીનગર-

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાત મહિના પછી પોતાના વતન ગુજરાત આવશે. દેશમાં કોરોના સંકટ છવાયેલું છે તો આ તરફ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહ આગામી પ્રથમ નોરતે ગુજરાત આવવાના હતા. જેમાં અંતિમ ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો છે. અમિત શાહ આજે જ ગુજરાત આવી રહ્યા છે અને 19 તારીખે દિલ્લી પરત ફરશે તેવું માનવામાં આવી રહ્યું છે.

અમિતશાહને કોરોના થયો હોવાના લીધે તેમણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો એવો સમય હોસ્પિટલમાં વીતાવવો પડ્યો હતો. તેના પછી સંસદીય કાર્યવાહી શરૂ થતા સંસદના ચોમાસા સત્રમાં પણ તેમણે હાજરી આપી હતી. અમિત શાહ ગમે તેવી વ્યસ્તતા વચ્ચે નવરાત્રિમાં આવવાનું ભૂલતા નથી. અમિત શાહનો આ પ્રવાસ રાજ્યમાં આઠ સીટ પર યોજાનારી પેટા ચૂંટણીને લઈ પણ સૂચક માનવામાં આવી રહ્યો છે. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવા અંગે તેઓ કાર્યકરો, નેતાઓને માર્ગદર્શન આપી શકે છે. 

અમિત શાહ 7 મહિના પછી ગુજરાત આવી રહ્યા છે. તેઓ બપોરે બે વાગે અમદાવાદ પહોંચશે. આ સાથે તેઓ સામાજિક કારણસર પણ અમદાવાદ આવી રહ્યા છે. આ દિવસે આવીને તેઓ બીજા દિવસે પોતાના વતન માણસા જશે.માણસામાં બહુચર માતાના તે આશીર્વાદ લેવાના હતા. અમિતશાહને કોરોના થયો હોવાના લીધે તેમણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો એવો સમય હોસ્પિટલમાં વીતાવવો પડ્યો હતો. તે બાદ સંસદીય કાર્યવાહી શરૂ થતા સંસદના ચોમાસું સત્રમાં પણ તેમણે હાજરી આપી હતી. અમિત શાહ ગમે તેવી વ્યસ્તતા વચ્ચે નવરાત્રિમાં વતન આવવાનું ભૂલતા નથી. ત્યારે 17 તારીખે આવનાર ગૃહપ્રધાન અમિત શાહનો પ્રવાસના આયોજનમાં અંતિમ ઘડીએ ફેરફાર થયો છે. હવે તેઓ આજે ગુજરાત આવવાના છે ત્યારે પેટાચૂંટણી અંગે ચર્ચા કરશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution