ઈમાનદારી: એક વ્યક્તિને ફ્રિજ માંથી મળ્યા 96 લાખ રૂપિયા પ્રમાણિકતાથી પોલીસને કર્યા પરત
17, ઓગ્સ્ટ 2021 297   |  

કોરિયા-

દક્ષિણ કોરિયાના એક વ્યક્તિએ ફ્રિજની ખરીદી કરી રાતોરાત માલામાલ થઈ ગયો હતો. આ વ્યક્તિએ સેકન્ડ હેન્ડ ફ્રિજની ખરીદી કરી હતી, અને ફ્રિજની તપાસમાં તેને માલૂમ પડ્યુ કે સેકંન્ડ હેન્ડ ફ્રિજ સાથે $ ૧,૩૦,૦૦૦ (આશરે ૯૬ લાખ રૂપિયા)નો પણ તે માલિક બની ગયો હતો. આ રોકડ મળ્યા બાદ એક સમય માટે તેને જેકપોટ મળ્યા જેટલી ખુશી મળી હતી પરંતુ આ વ્યક્તિ માટે ઈમાનદારીથી મળેલી ખુશી મોટી હતી, આથી તેને આ રકમ પોલીસને આપી દીધી હતી.

અહેવાલો અનુસાર તે વ્યક્તિ દક્ષિણ કોરિયાના જેહૂ ટાપુનો છે તેને આ ફ્રિજ નીચે મળેલા પૈસા વિશે કોઈ જાણકારી નથી.દક્ષિણ કોરિયાના જેહૂ આઈલેન્ડની આ ધટના વાયુ વેગે ફેલાઇ રહી છે કારણ કે કીમચી ફ્રિજની નીચે અઢળક કેશ જોઈને આ વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ૬ ઓગસ્ટના રોજ કેશ માટે રિપોર્ટ ફાઈલ કર્યો હતો. દક્ષિણ કોરિયામાં કીમચી નામનુ મીટ ૪ મહિના સુધી સ્ટોર કરવા માટે આ ફ્રિજનો ઉપયોગ કરતા હોય છે.

મિડિયા અહેવાલ મુજબ પૈસા પારદર્શક પ્લાસ્ટિક શીટમાં ભરેલા હતા, અને ફ્રિજની નીચે મુકેલા હતા. આ વ્યક્તિએ પૈસા પોલીસને આપ્યા બાદ પોલીસ દ્ધારા રેફ્રિજરેટરના ઓનલાઈન વિક્રેતાને ઓળખવા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. એક પોલિસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, તે મોટી રકમ હતી અને મામૂલી હતી કારણ કે અમારી પાસે ભાગ્યેજ આવા કેશ આવતા હતાં. ફ્રિજના માલિકે પૈસા પરત કરી દીધા છે, તેમ છતાં તે પાછા મેળવી શકે છે, એનુ કારણ એ છે કે સાઉથ કોરિયન લોસ્ટ એન્ડ ફાઉન્ડ એક્ટ હેઠળ જો માલિકને શોધી શકાતો નથી તો શોધક જ તેને રાખી શકે છે.

આ કિસ્સામાં રેફરિજરેટરના માલિકને કરની કુલ રકમના ૨૨% ભાગ્યા પછી રોકડ રાખવાની તક મળશે. પૈસાનો માલિક મળી ગયા પછી પણ તેને વળતર કાપવાની ખાતરી આપવામાં આવે છે. જો પૈસા કોઈ ગુનાહ સાથે જોડાયેલા હશે તો બંને માંથી એક પણ પક્ષને આપવામાં આવશે નહી. રસપ્રદ વાત એ છે કે, ધ કોરિયા ટાઈમ્સના ૨૦૧૬ના એક અહેવાલમાં નોંધાયુ હતુ કે બેંન્કના વ્યાજદર ઓછા હોવાના કારણે દેશના લોકો કિમચી ફ્રિજમાં પૈસા છૂપાવતા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution