ગુજરાતમાં હનીટ્રેપમાં ફસાવતી ટોળકીઓ સક્રિય, જાણો કેવી રીતે બનાવે છે શિકાર 
10, સપ્ટેમ્બર 2021 495   |  

અમદાવાદ-

રાજયમાં હનીટ્રેપનો શિકાર બનેલા અસંખ્ય લોકો યુવાનને પોતાનો નંબર આપ્યા બાદ યુવતીએ વોટ્‌સએપ કોલ કર્યો...જાેત જાેતાંમાં યુવતીએ પોતાના કપડાં ઉતારી દીધાં.નગ્ન અવસ્થામાં દેખાતી યુવતીને જાેઈને યુવાને સેક્સની લાલચ જાગી અને પોતાના વસ્ત્ર ઉતારી નાંખ્યા..વોટ્‌સએપ કોલમાં બિભત્સ ચેનચાળા કરતી યુવતીએ સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ કોલ કાપી નાંખ્યો....થોડીકવાર પછી યુવાનના ફોનમાં મેસેજ આવ્યો...જેમાં તેનો બિભત્સ વીડિયો જાેવા મળ્યો.. હવે આ ટોળકીએ પૈસાની માગ કરી, પૈસા નહીં આપો તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી. જાે તમે પૈસા આપશો તો તમારી પાસેથી વધુ પૈસાની માગ કરાશે, હનીટ્રેપનો શિકાર બની ગયા પછી તમને ભાન થશે કે આ મારાથી શું થઈ ગયું. તાજેતરમાં જ સુરત ગ્રામ્યના એક ગુજરાતના ભાજપના નેતા, અને એક સાધુનો બિભત્સ વીડિયો વાયરલ થયો હતો..આ ટોળકી પૈસા કમાવવા માટે ગમે તે વ્યક્તિને હની ટ્રેપનો શિકાર બનાવે છે. વીડિયો વાયરલ થયા બાદ સમાજ અને ઘર પરિવાર સામે તમારી શું ઈજ્જત રહેશે? ઓનલાઈન ડેટીંગ એપ્લિકેશનના શોખીન જ આ હનીટ્રેપ ના શિકાર બનતા હોય છે.

ટિન્ડર જેવી એપ્લિકેશન પર યુવતી સાથે સુંવાળા સબંધ થઈ જતા પુરુષ અને યુવતી ફોન પર મુલાકાત કરે છે અને બાદમાં આ મુલાકાત રૂમ સુધી પહોંચે છે. કેટલાય એવા પુરુષો છે જે પત્નીના શારીરિક સુખથી સંતુષ્ટ નથી હોતા અથવા એકલા હોય છે. એવા લોકો મજા માણવાના ચક્કરમાં ખરાબ રીતે ફસાઈ જાય છે. સુરત ગ્રામ્યના એક ઁપોતાની સેક્સની તીવ્ર ઈચ્છા પોતાને જ ભારે પડી...અજાણી યુવતીનો વીડિયો કોલ ઉપાડીને સુરતના ગ્રામ્યના ઁનો ભોગ બન્યા. ડિપાર્ટમેન્ટમાં ઁઈજ્જત તો ગઈ....સાથે સાથે જીૈંને પોતાના બિભત્સ વીડિયોથી સમાજમાં નીચે જાેવાનો વારો આવ્યો...તાજેતરમાં જ વડોદરામાં એક મંદિરિના પૂજારી પણ નો શિકાર બન્યા....પૂજારીને સેક્સની લાલચ આપીને યુવતીએ વીડિયો બનાવી લીધો અને વીડિયો વાયરલ કર્યો. અમદાવાદ શહેરમાં રહેતા એક વેપારીને પત્ની સાથે છૂટાછેડા થઈ જતા તે પત્ની વિનાનું જીવન જીવતા હતા. ત્યારે તેઓએ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તેઓની એક યુવતી સાથે મિત્રતા થઈ . તેને મળ્યા બાદ તેઓ એક ફ્લેટમાં ગયા હતા. જ્યાં યુવતીએ તેના કપડા ઉતાર્યા અને એટલા માં જ કેટલાક લોકો ફ્લેટમાં ઘુસી ગયા ને વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું. આ ગેંગ એ ૨૦ લાખ રૂપિયા માંગ્યા હતા અને વેપારીને કિડનેપ કર્યો હતો.બદલાતા સમયની સાથે હવે ગુનાખોરીની તરકીબો પણ બદલાઈ ગઈ છે. વોટ્‌સએપ, ફેસબુક, ઈસ્ટાગ્રામ અને ટ્‌વીટરના દૌરમાં સોશિયલ મીડિયા થકી સાયબર ક્રાઈમમાં પણ ખુબ વધારો થયો છે. પોલીસ તંત્ર અને સાયબર સેલ પણ આવા ગુનાખોરીને રોકવા સતત પ્રયાસ કરતું રહે છે. ત્યારે આ આર્ટિકલ તમારી આંખો ખોલી દેશે. ખુબસુરત ચહેરાઓ અને મધુર અવાજની માયાજાળમાં ફસાઈને લોકોને કેવી રીતે પોતાનું ઘર-બાર વેચવાનો વારો આવે છે, અને માત્ર એક કોલથી કઈ રીતે તમારી આખી દુનિયા લૂંટાઈ શકે છે હાલના સમયમાં દરેક વ્યક્તિએ જે જાણવું ખુબ જરૂરી છે. ભારતના વિવિધ રાજ્યોની જેમ હવે ગુજરાતમાં પણ છેલ્લા ૫થી ૧૦ વર્ષમાં ના ઢગલાંબંધ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.એમાંય ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરમાં આ પ્રકારની ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ખુબસુરત ચહેરો જાેઈને લલચાઈ જનારા લોકો માટે આ કિસ્સાઓ લાલબત્તી સમાન છે. ઘડીભરની મજા માણવાના ચક્કરમાં સામાન્ય માણસથી લઈને મંત્રી-સંત્રીઓ જિંદગીભરની ઈજ્જત, પદ-પ્રતિક્ષા અને પૈસા ગુમાવી બેસે છે અને બની જાય હનીટ્રેપનો શિકાર...નેતાઓ, પોલીસકર્મી અને સાધુ-સંત પણ બની ચૂક્યા છે ભોગ...આ એક્સક્લુસિવ રિપોર્ટ વાંચીને તમે પણ હચમચી જશો. જાણો તમને કેવી રીતે જાળમાં ફસાવે છે રૂપસુંદરીઓ? અને તમારી નાની અમથી ભૂલ તમને કેવી રીતે ભારે પડી શકે છે એ પણ જાણો..ત્યારે સમાજમાંથી આ પ્રકારના દૂષણને દૂર કરવા અને આવા ગોરખધંધા કરતા ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ એક્સક્લુસિવ અહેવાલથી પોલીસતંત્ર પણ જરૂર દોડતું થશે અને સુંદરતાની જાળમાં ફસાઈને તપસી જનારા લોકોની પણ આંખો જરૂર ઉગડશે. અત્યાર સુધી આ ટોળકી સામાન્ય નાગરિક, મોટા ઉદ્યોગપતિ અને રાજકીય નેતાને ટાર્ગેટ કરતી હતી..પરંતુ તાજેતરમાં જ આ ટોળકીએ પોલીસકર્મચારી, મંદિરના સાધુ-સંતો સહિતના ઘણા લોકોનો બિભત્સ વીડિયો બનાવીને પૈસાની માંગણી કરતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે... અને જાે પૈસાની માગ ન સંતોષાય તો બિભત્સ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી અપાય છે. બદલાતા સમયની સાથે હવે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્‌સએપ સહિતના સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ સતત વધી રહ્યો છે. નાના-મોટા સૌ કોઈ હવે આ સોશ્યિલ પ્લેટફોર્મ પર જાેવા મળે છે. તેવામાં ફેસબુકમાં અજાણી મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ જાેઈને ઘણાં લોકોને ગલગલિયા થવા માંડે છે...રૂપસુંદરી જેવો ફોટો જાેઈને યુવાનોથી માંડીને મોટી વયના લોકો પણ તેની સાથે મિત્રતા કરે છે, અને પછી સમાજમાં બદનામી વહોરવાનો વારો આવે છે. બદનામીથી બચવા આવા લોકોએ આ ગોરખધંધો કરતા લોકોને તગડી રકમ ચુકવવી પડે છે. વાતચીતમાં તેની આપવિતી જણાવી ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ....જીં હા રાત્રિના ૧૦થી ૧૨ વાગ્યાના સમયે ફેસબુક મેસેન્જરમાં યુવાન પર એક સ્વરૂપવાન છોકરીનો મેસેજ આવ્યો...યુવાન સાથે છોકરીએ થોડીક વાર વાત કરી, અને યુવાનને રોમાન્સ કરવા કહ્યું..યુવાનની બેદરકારી તેને જ ભારી પડી...

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution