હનીટ્રેપ કેસના માસ્ટર માઇન્ડ PI ગીતા પઠાણે આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદ-

અમદાવાદમાં હની ટ્રેપ કેસના માસ્ટર માઈન્ડ ગીતા પઠાણે ક્રાઈમ બ્રાંચમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમણે ક્રાઇમ બ્રાન્ચમાં સેનેટાઇઝર પી લીધું હતુ. જેથી તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હનીટ્રેપ ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં મહિલા પીઆઇ ગીતા પઠાણ હનીટ્રેપ કરતી ગેંગનો સાથ આપતા હોવાનુ સામે આવ્યુ છે. મહિલા PI ગીતા પઠાણની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. હનીટ્રેપ કેસ બાદ પીઆઇ ગીતા પઠાણ ફરાર થઇ ગયા હતા. અગાઉ તેઓ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતા. જેતે સમયે મહિલા પોલીસ સ્ટેશન બહાર હનીટ્રેપ કૌભાંડ ચાલતું હતું. જાેકે ગીતા પઠાણની બાદમાં બદલી થતા પાટણમાં ફરજ બજાવતા હતા. તેમની વિરુદ્ધ અગાઉ એ.સી.બી.ટ્રેપ પણ થઈ ચૂકી છે. પીઆઇ પઠાણ વિરુદ્ધ અનેક આક્ષેપો કરતી અરજીઓ થઈ છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution