લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026 |
1188
કેરેબિયન ટાપુ સમૂહ દેશ બહામાસમાંથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. દેશ જ્યારે પોતાની આઝાદીની ઉજવણીમાં ડૂબેલો હતો, ત્યારે જ સર્જાયેલા એક પ્લેન ક્રેશમાં તેમાં સવાર તમામ ૧૦ લોકોના મોત નીપજ્યા હતા. આ મોટી દુર્ઘટના બાદ બહામાસ સરકારે ‘ફ્લેમિંગો એર’ ની તમામ ફ્લાઇટ્સ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકી દીધો છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માત શુક્રવારે બહામાસની રાજધાની નાસાઉના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર એન્ડ્રોસ નજીક સર્જાયો હતો. બહામાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ઓથોરિટી ના જણાવ્યાનુસાર, સેસ્ના ૪૦૨ જે બહામાસમાં જ રજિસ્ટર્ડ હતું. આ વિમાને રાજધાની નાસાઉના ‘લિન્ડેન પિંડલિંગ આંતરરાષ્ટ્રીય વિમાનમથક’ પરથી ઉડાન ભરી હતી અને તે સાન એન્ડ્રોસ જઈ રહ્યું હતું. જ્યારે વિમાન પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ તે ક્રેશ થઈ ગયું હતું.બહામાસના પ્રધાનમંત્રી ફિલિપ બ્રેવ ડેવિસે શરૂઆતમાં માહિતી આપી હતી કે અકસ્માતમાં એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. પરંતુ, ત્યારપછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પુષ્ટિ કરી હતી કે ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એ એકમાત્ર બચેલી વ્યક્તિએ પણ દમ તોડી દીધો છે.