દેશના સાત મોટા શહેરોમાં મકાનોનું વેચાણ ૧૧ ટકા ઘટીને ૧.૦૭ લાખ યુનિટ થયું



ભારતના રેસિડેન્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં મંદીના સંકેત દેખાઈ રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૫ મહિનામાં ટોપ-૧૦ શહેરોમાં રિયલ્ટી વેચાણનું પ્રમાણ ૮ ટકા ઘટ્યું છે. તે જ સમયે, જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે દેશના સાત મોટા શહેરોમાં મકાનોનું વેચાણ ૧૧ ટકા ઘટીને ૧.૦૭ લાખ યુનિટ થયું છે. કોરોના મહામારી બાદ પ્રોપર્ટી માર્કેટમાં આવેલી તેજીને હવે બ્રેક લાગી રહી છે. આવી સ્થિતિમાં મિલકત ખરીદનારાઓ માટે આવનાર સમય સાનુકૂળ છે. જાે તમે પણ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખો. ચાલો જાણીએ આ શું છે.

 એજન્ટ દ્વારા મકાન ખરીદવા પર તે એકથી દોઢ ટકા કમિશન લે છે. કેટલાક એજન્ટો ઘર વેચનાર પાસેથી કમિશન પણ લે છે. તે સામાન્ય રીતે ૧ ટકા છે. ઘર વેચનાર આખરે આ ખર્ચ ખરીદનાર પાસેથી વસૂલ કરે છે. આવી સ્થિતિમાં ખરીદનારને ૨.૫ થી ૩ ટકા પ્રત્યક્ષ અને પરોક્ષ કમિશન ચૂકવવું પડે છે. જાે ડેવલપર અને ખરીદનાર વચ્ચે કોઈ એજન્ટ ન હોય, તો આ કમિશન બચશે. આવી સ્થિતિમાં, વિકાસકર્તા અથવા વેચાણકર્તાઓ પાસેથી સીધા ઘર ખરીદવાનો પ્રયાસ કરો. તમારા જે મિત્ર કે પાડોશી પહેલા ઘર ખરીદી ચુક્યા છે, તેની સાથે ચર્ચા કરો. તે તમને વેચાણ માટે ઉપલબ્ધ ઘરો વિશે જાણકારી આપી શકે છે. ત્યારબાદ સીધો માલિક સાથે સંપર્ક કરો. નાણાકીય ભારથી બચવા ઈચ્છો છો તો તમારા બજેટ પ્રમાણે ઘર ખરીદો. ઘર ખરીદવા માટે એક બજેટ નક્કી કરો. સાથે તે પણ નક્કી કરો કે કેટલું મોટું ઘર અને કેટલા મોટા ફ્લેટની તમારે જરૂરીયાત છે. જાે ૨-૪ ગ્રાહક એક જ પ્રોજેક્ટમાં ગ્રુપમાં ઘર ખરીદે છે તો ડેવલોપર એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપી શકે છે. ડેવલોપર્સ અને સેલર્સ ફેસ્ટિવ સીઝનમાં હોમ બાયર્સ માટે ઓફર્સ અને ડિસ્કાઉન્ટ લઈ આવે છે. તમે તે ઓફર્સનો ફાયદો ઉઠાવી શકો છો. કોઈ હાઉસિંગ પ્રોજેક્ટમાં પ્રોપર્ટી ખરીદી રહ્યાં છો તો તે જાણી લો કે ડેવલોપરે બધા પ્રકારની મંજૂરી કાયદાકીય રીતે લીધી છે. પ્રોપર્ટીની ડીલ કરતા પહેલા તે એરિયામાં લોકોને મળો અને પ્રોપર્ટીઝના એવરેજ ભાવ વિશે જાણકારી લો. ત્યારબાદ ડેવલોપર સાથે ચર્ચા કરી ડીલ ફાઈનલ કરો. અન્ડર કન્સ્ટ્રક્શન ઘરોની તુલનામાં રેડી ટૂ મૂવ ઘર વધુ મોંઘા હોય છે. અન્ડર કન્સ્ટ્રક્સન ઘર માટે તમે વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. એક સાથે પેમેન્ટ કરવા પર ડેવલોપર ઓછી કિંમતમાં ઘર વેચે છે. તેથી પ્રયાસ કરો કે વધુમાં વધુ કેશ પેમેન્ટ કરો, જેનાથી તમને વધુ છૂટ મળી જશે. હોમ લોન લેતા પહેલા બધી બેન્કોની ઓફર્સ અને વ્યાજ દર ચેક કરી લો, જ્યાં સૌથી સસ્તુ લાગે ત્યાંથી લોન લો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution