બજેટના દિવસે કેવી રહેતી હોય છે શેરબજારની સ્થિતી, જાણો છેલ્લા ૧૦ વર્ષની વિગત


નવીદિલ્હી,તા.૧૪

શેરબજાર માટે બજેટનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે બજારમાં ઉતાર-ચઢાવ જાેવા મળે છે. લોકસભા ચુંટણીના પરિણામ બાદ ફરી એક વાર નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકાર બની છે અને ફરી એક વાર ર્નિમલા સીતારમણ નાણામંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે,આજે અમે તમને બજેટની શેર બજાર પર શું અરસ થાય છે બજેટના દિવસે માર્કેટની ગતિવિધી કેવી હોય છે તેના વિશે જણાવીશું.

નાણાપ્રધાન ર્નિમલ સીતારમણ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૪ ના જાહેર કરાયેલ વચગાળાના બજેટમાં રોકાણકારોને ઉત્સાહ ન મળતાં બજારો સપાટ બંધ રહ્યા હતા. નિફ્ટી ૫૦ ૨૮.૨૫ પોઈન્ટ્‌સ અથવા -૦.૧૩% ઘટીને ૨૧,૬૯૭.૪૫ પર બંધ થયો જ્યારે સેન્સેક્સ ૧૦૬.૮૧ પોઈન્ટ્‌સ અથવા ૦.૧૫%ના ઘટાડા સાથે ૭૧,૬૪૫.૩૦ પર બંધ થયો.

છેલ્લા ૧૦ વર્ષમાં બજેટના દિવસે શેરબજારમાં ટ્રેડિંગ- સેન્સેક્સઃ મ્જીઈ ના મુખ્ય સૂચકાંક સેન્સેક્સની વાત કરીએ તો બજેટના દિવસે તેમાં ઘણી વધઘટ જાેવા મળે છે. ફેબ્રુઆરી ૨૦૧૪માં વચગાળાના બજેટના દિવસે સેન્સેક્સમાં ૦.૪૮ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. તે જ વર્ષમાં સંપૂર્ણ બજેટ ૧૦ જુલાઈ ૨૦૧૪ના રોજ -૦.૨૮ ટકા ઉછાળો જાેવા મળ્યો હતો.

૨૮ ફેબ્રુઆરી ૨૦૧૫ ૦.૬૫ ટકા, ૦૧ ફેબ્રુઆરી ૨૦૧૬ -૦.૧૦ ટકા, ૦૧ ફેબ્રુઆરી ૨૦૧૭ ૧.૮૧ ટકા, ૦૧ ફેબ્રુઆરી ૨૦૧૮ - ૦.૧૦ ટકા,૦૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ૦.૫૮ ટકા, ૦૫ જુલાઈ ૨૦૧૯ના રોજ -૧.૧૪ ટકા, ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ -૨.૫૧ ટકા, ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ૪.૭૪ ટકા, ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ૧.૩૭ ટકા અને ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ -૦.૨૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

નિફ્ટીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક નિફ્ટી૫૦ માં પણ બજેટમાં ઘણી વધઘટ જાેવા મળે છે. બજેટના દિવસે ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ નિફ્ટી -૦.૪૧ ટકા, ૧૦ જુલાઇ ૨૦૧૪ -૦.૨૩ ટકા વધારો નોંધાયો હતો.

ભારતીય શેરબજારમાં તેજી- ભારતીય બજારોમાં છેલ્લા કેટલાક સમયથી તેજીનું વલણ જાેવા મળી રહ્યું છે. ગયા વર્ષે સેન્સેક્સ અને નિફ્ટીએ લગભગ ૨૦ ટકા વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન મિડકેપ અને સ્મોલકેપનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. લગભગ ૪૮ ટકા રિટર્ન આપ્યું છે. આ વખતે બજેટ વચગાળાનું હશે. આ કારણે કોઈ મોટી જાહેરાત થવાની આશા નથી, પરંતુ તેની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઇન્ફ્રા, ફર્ટિલાઇઝર જેવા મહત્વના ક્ષેત્રો પર સરકારનો ખર્ચ ચાલુ રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution