વોશિંગ્ટન-

કોરોના વાયરસને લઈને અમેરિકાએ ફરી એકવાર ચીન પર નિશાન તાક્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કોરોના મહામારી ફેલાવવા બદલ ચીનને જવાબદાર ઠેરવ્યું છે. સાથે જ પોમ્પિયોએ ભારતમાંથી સિખ લેવાની દુનિયાને સલાહ આપી છે.

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે, એ વાતમાં કોઇ બે મત નથી કે ચીને કોરોના વાયરસ ફેલાવ્યો છે. તેણે આ ષડયંત્ર પર પરદો પાડવાનો પ્રયાસ કર્યો છે. પોમ્પિયોએ દુનિયાના દેશોને ભારત અને ઓસ્ટ્રેલિયા પાસેથી સીખ લેવાની પણ સલાહ આપી. તેમણે કહ્યું હતું કે, આપણી સામે ભારત એક ઉદાહરણ છે.

વાતચીતમાં પોમ્પિયોએ કહ્યું હતું કે, કોરોના માટે ચીન સિવાય બાકી કોઇ જવાબદાર નથી. દુનિયાના બાકી દેશોએ અમેરિકાનો સાથ આપવો જાેઇએ. જેથી આપણે સાથે મળીને ચીનની જવાબદારી નક્કી કરી શકીએ. ચીને પોતાનું ષડયંત્ર છૂપાવવા માટે અનેક જુઠ્ઠાણા પણ ફેલાવ્યા.

પોમ્પિયોએ ભારતની ભરપૂર પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતે આકરી કાર્યવાહી કરતા ચીનની ઢગલાબંધ મોબાઈલ એપ સહિત અનેક ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકી દીધો છે. ભારતની માફક ઓસ્ટ્ર્રેલિયાએ પણ ચીનને બરાબરનો જવાબ આપ્યો છે. દુનિયાના અન્ય દેશોએ પણ હવે આ દિશામાં આગલ વધવું જાેઈએ.

ડ્રેગન પર આકરા પ્રહારો કરતા પોમ્પિયોએ કહ્યું હતું કે, ચીનને વાયરસ અંગે બધી જ જાણકારી હતી. તેમ છતાં તેણે પોતાના નાગરીકોને બીજા દેશોમાં જવા માટે મંજૂરી આપી. ચીનના કારણે વાયરસ દુનિયા આખીમાં ફેલાતો ગયો. ચીને અન્ય દેશોને એલર્ટ કરવાના બદલે વાયરસની જાણકારી છુપાવી હતી.