મહિનાના ૨૫,૦૦૦ હજારના પગારમાં ૧ કરોડ કેવી રીતે ભેગા કરશો, આ રહી જાેરદાર ટિપ્સ


મુંબઈ,તા.૨૫

શું આવું કોઈના માટે શક્ય છે કે, મોંઘવારીના સમયમાં જાે કોઈનો મહિનાનો પગાર ૨૫,૦૦૦ રૂપિયા હોય તો તે આરામથી ૧ કરોડનુ સેવિંગ કરી શકે છે. આ સો ટકા શક્ય છે, પરંતુ તે સરળ નથી. કારણ કે, તેના માટે તમને લાંબા ગાળા સુધી રોકાણ કરવુ પડશે. તમારા પગારનો એક હિસ્સો નિયમિત રીતે જમા કરાવતા રહેવું પડશે. જાે તમારો પગાર ૨૫૦૦૦ રૂપિયાથી લઈને ૩૫૦૦૦ રૂપિયાની વચ્ચે છે, તો તમે પણ આ ટ્રીક ફોલો કરીને સરળતાથી રૂપિયા જમા કરી શકોછો.

જાે તેમ ઓછા પગારમાં મોટું ફંડ એકત્રિત કરવા માંગો છો તો જીૈંઁ ના માધ્યમથી ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ બની રહેશે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમા તમે નિયમિત રીતે દર મહિને એક રકમ જમા કરવાની હોય છે. ભલે શરૂઆતમાં આ રકમ ઓછી હોય, પરંતું તે લાંબા ગાળામા તમને રૂપિયા એકઠા કરવામાં મદદરૂપ બનશે. કારણ કે, તમને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે.

જાે તમારો પગાર ૨૫૦૦૦ રૂપિયા દર મહિનાનો છે, તો તમરા પગારનો ૧૫-૨૦ ટકા રકમ ઈન્વેસ્ટ કરવાનો લક્ષ્યાંક રાખવો. માની લો કે જાે તમે એસઆઈપીના માધ્યમથી કોઈ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજનામા પ્રતિ મહિના ૪૦૦૦ રૂપિયા રોકો છો, તો તેના પર તમને ૧૨ ટકા વાર્ષિક રિટર્ન મળે છે. આ જાેતા, તમને ૧ કરોડ રૂપિયા બચાવવામાં ૨૮ વર્ષ (૩૩૯ મહિના) થી થોડો વધુ સમય લાગશે. બસ, તમારે વચ્ચે કોઈ પણ અડચણ વગર રોકાણ કરવાનું રહેશે.

જાે તમે દર મહિને ૫૦૦૦ રૂપિયાનું રોકાણ કરશો તો ૨૬ વર્ષ (૩૧૭ મહિના) જેટલા સમયમાં તમે ૧ કરોડ રૂપિયા બચાવી લેશો. જાેત મે દર મહિને ૭૫૦૦ રૂપિયા એટલે કે તમારા પગારમાંથી ૩૦ ઈન્વેસ્ટ કરો છો, તો તે ૨૩ વર્ષ (૨૭૬ મહિના) માં ૧ કરોડ રૂપિયા બચાવી લેશો

જાે તમે ઈચ્છો છો કે ૧ કરોડ રૂપિયા જમા કરવા માટે ૨૮ વર્ષ રાહ જાેવાની જરૂર નથી, તો દર વર્ષે તમારી એસઆઈપીની રકમમા ૧૦ ટકાનો વધારો કરો. દર વર્ષે તમારો પગાર વધવા પર આ રકમમાં વધારો કરતા રહેવાનું. આવુ કરવાથી તમે ૨૨ વર્ષમાં ૪૦૦૦ રૂપિયા શરૂ કરીને ૧ કરોડથી વધુનું ફંડ જમા કરી શકશો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution